BHAJAN

એકલી ઊભી કોઈ અટુલી, અયોધ્યાની નાર – ભજન

એકલી ઊભી કોઈ અટુલી, અયોધ્યાની નાર – ગુજરાતી સંતવાણી


EKALI UBHI KOI ATULI AYODHYA NI NAR – GUJARATI BHAJAN

રચનાઃ કવિ દુલા ભાયા કાગ


CLICK TO DOWNLOAD MP3


બાપ બેટા ના દાણ માગે છે,

મસાણ ભૂમિ મોજાર,

એકલી ઊભી કોઈ અટુલી, અયોધ્યાની નાર…‌‌

એકલી ઉભી કોઈ અટૂલી…. ટેક


રાણી હતી તે દાસી બનીને,

દાસ બન્યા છે કુમાર,

વચન માટે હરિશ્ચંદ્ર વેચાણા,

બાળવા ને દ્વાર…. એકલી ઉભી


ભૂત હુકારે ને પ્રેત પુકારે,

ઓલી ડાકણ ના પડકાર,

તોય તારાદે નું દિલ ડગ્યું નહીં,

કંપી ઉઠ્યા કિરતાર….. એકલી ઉભી


બળતી ચિતામાંથી ઈઘણું લાવી,

પુત્રની પાલનહાર,

ફૂક મારીને આગ ચેતવે,

સળગે નહીં અંગાર…‌ એકલી ઉભી


ઓઢણી ફાડીને લાશ ઓઢાડી,

ચૂમી લીધી બે ચાર,

જાયાની માથે ઉભી જનેતા,

આભ ડોલાવણ હાર…‌ એકલી ઉભી


દાણ દીધા વિના દાહ ના દેજે,

હાંક ઉઠી તેવાર,

સામે જુએ ત્યાં તો સ્વામી પોતાનો,

તાણી ઉભો તલવાર… એકલી ઉભી


હાલ્યો હેમાળોને ધરણી ધ્રુજી,

દેવોના કંમ્પાદ્વાર,

શિવ બ્રહ્મા હરી દોડી આવ્યા,

તાપ લાગ્યો તે વાર…. એકલી ઉભી


ધન્ય રાજા-રાણી ટેક તમારી,

ધન્ય છે રાજકુમાર,

‘ કાગ’ કહે તારા કુળમાં લઈશ,

હું અયોધ્યામાં અવતાર….‌‌ એકલી ઉભી


આહિરની છે દિકરી એનું અમરમાં – સંતવાણી ભજન


BEST SANTVANI BHAJAN GEET


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago