BHAJAN

એક લખું છું કરુણ કહાની

એક લખું છું કરુણ કહાની – ગુજરાતી સંતવાણી ભજન


EK LAKHU CHHU KARUN KAHANI – BEST GUJARATI BHAJN

રચનાઃ કવિ કાન


CLICK TO DOWNLOAD MP3


એક લખું છું કરુણ કહાની, આંસુ આખલડી માં આણી….. આંસુ આખલડીમાં


સુંદર તટની હતી સરિતા જ્યાં વહેતા ખળખળ પાણી,

જુગલ વસે ત્યાં ખગની જોડી, સારસ સારસી રાણી…. આંસુ આંખલડી માં


પંખી બંનેને પ્રેમ ઘણેરો, એની વર્ણવી શકે ન વાણી,

દેહ જુદા એનો જીવડો એક છે, જેમ વેલ તરુને વિટાણી…. આંસુ આંખલડી માં


માદા હતી તેને ઈંડા મૂક્યા અને હૈયે બહુ હરખાણી,

પંખી ઉડ્યો એના પોષણ કાજે ઉરમાં શાંતિ આણી આંસુ આખલડી માં


ચારો લઈને સારસ ચાલ્યો, ત્યાં મોતની નાળ મંડાણી,

પારાધીએ એક તીર ફેંક્યું, ત્યાં ચિસકારી સંભળાણી…. આંસુ આંખલડી માં


કકળી ઊઠી ત્યારે કામિની, હૃદયની ગતિ રૂંધાણી,

પીયુ પીયુ એવા કર્યા પોકારો,ત્યાં તો એની આતમ જ્યોત ઓલાણી…. આંસુ આખલડી માં


કઠણ હૃદયની કેવી વિધાતા, એની કલમ કાં ન અટકાણી,

‘ કાન’ કહે ઓલા ઈંડા નું શું થયું હશે એની કથી શકું ન કહાની…. આંસુ આંખલડી માં…


સમજણ જીવન માંથી જાય – પ્રાચીન ભજન


BEST MP3 BHAJAN SONG IN SANTVANI DHAM


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago