BHAJAN

એવી બંડી રે બાપા બજરંગદાસજીની – સંતવાણી

એવી બંડી રે બાપા બજરંગદાસજીની – બજરંગદાસ બાપાનું ભજન


EVI BANDI RE BAPA BAJARANG DASH NI – DESHI BHAJAN SANTVANI

રચનાઃ જીવણ રાવળ


CLICK TO DOWNLOAD MP3


એવી બંડી રે બાપા બજરંગદાસજીની,

બહુગુણી આ છે બંડી અને કરવા સારા કામ રે…. ટેક


એજી માન રે મોટપ અને માયા મેલી,

અને સમર્થ ધણીને સાધ્યા રે…. એવી બંડી રે


એજી દાન રે ધ્યાનના બે મોટા ખીચા બનાયા,

એવી નામની ખીચી એક નાની રે…. એવી બંડી રે


એવા કામને ક્રોધ મદ ને કબજે કર્યા,

એવી ત્રિગુણી માયા કેરી બંડી રે…. એવી બંડી રે


આ મહિમા બંડીનો અગમ અપાર છે,

એને કોઈ સંતને વિરલા જાણે રે…. એવી બંડી રે


બહુગુડી છે આ બંડી રે આ બંડીમાં ગુણો તો અપાર છે,

દિન દુખિયા ને કાજે પેરી બંડી રે…. એવી બંડી રે


એવી આશાએ કરીને કોઈ આવે આંગણે,

એને દિયે બાપા અભયદાન રે… એવી બંડી રે


એજી ત્રણ રે ગુણના તાણા વાણા વણ્યા,

એમાં ભર્યું છે અખૂટ ભંડાર રે….. એવી બંડી રે


એમાં સરવાણી સંતની ચાલુ રહી,

એવા કંઈકના થયા છે બેડા પાર રે…. એવી બંડી રે


સેવકને માટે સદગુરુનો સાથ છે,

મન વચને કરમે જો શરણે જાય રે…. એવી બંડી રે


આધી વ્યાધિ ઉપાધિ એની ટળે,

એમ રાવળ જીવણ ગાય રે….. એવી બંડી રે..


સાખીઓ – ગુજરાતી ભજન સંતવાણી


દેશી સંતવાણી ભજન,સંતવાણી ધામ


SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago