Categories: SANTVANI

એવી શબ્દ કટારી લાગી રે …પ્રાચીન ભજન

એવી શબ્દ કટારી લાગી રે …ગુજરાતી ભજન ગીત

એવી શબ્દ કટારી લાગી રે,

એ અંતર જોયું ઉઘાડી,

એવી ઝળહળ જ્યોતી જાગી રે,

એ દશ દરવાજા નવસો નાડી …… એવી લાગી રે …. (1)

શબ્દ કટારી કોઇ સુરા નર જીલે,

નહીં કાયરનું કામ,

સુરા હોય તે સનમુખ લડે,

ભાગી જાય એનો કાળ,

એવા લડવૈયા નર સુરા રે,

નુરતે નિશાન લે છે પાડી …..એવી લાગી રે …… (2)

હું ને મારા પિયુજી સેજમાં સુતા,

નિંદા કરે નગરનાં કુડા લોક,

સારા શહેરમાં ઢંઢેરો પીટાવ્યો,

હું તો ઉભી માણેક ચોક,

એવા નુગરા મોઢે મીઠાં રે,

પાછળથી કરે છે ચોડી …. એવી લાગી રે ….. (3)

માંથુ ગુંથી નેણલા સવાર્યા,

બની હું વ્રજ કેરી નાર,

પિયુને રિઝવવા ત્રિવેણી ચાલી,

સજ્યા સોળે શણગાર,

એવા રૂમઝુમ ઝાંઝર વાગ્યા રે,

પેરી મેં તો પ્રેમની સાડી …..એવી લાગી રે …..(4)

શબ્દ પ્યાલો સદગુરૂએ પાયો,

માંહી ભરેલો અમીરસ જ્ઞાન,

આંધી મટાડી જ્યોત જગાડી,

સનમુખ ઊભા શ્યામ,

એવા સાંઇવલી કે છે રે,

એ સુરતાથી મને લેજો તારી …. એવી લાગી રે ….. (5)

JAY GANESH JAY GANESH-જય ગણેશ દેવા

(EVI SHABAD KATARI) -BHAJAN LYRICS -એવી શબ્દ કટારી

EVI SHABD KATARI LAGI RE,

E ANTAR JOYU UGHADI,

EVI ZALHAL JYOTI JAGI RE,

E DASH DARWAJA NAVASO NADI …..EVI SHABD…(1)

SHABD KATARI KOI SURA NAR JILE,

NAHI KAYAR NU KAM,

SURA HOY TE SANMUKH LADE,

BHAGI JAY ENO KAL,

EVA LADVAIYA NAR SURA RE,

NURATE NISHAN LE CHHE PADI …. EVI SHABD …..(2)

HU NE MARA PIYUJI SEJ MA SUTA,

NINDA KARE NAGAR NA KUDA LOK,

SARA SHAHER MA DHANDHERO PITAVYO,

HU TO UBHI MANEK CHOK,

EVA NUGARA MODHE MITHA RE,

PACHHAL THI KARE CHODI ….EVI SHABD ….. (3)

MANTHU GUNTHI NENALA SAVARYA,

BANI HU VARJ KERI NARI,

PIYU NE RIZAVAVA TRIVENI CHALI,

SAJYA SOLE SHANAGAR,

EVA ROOM ZOOM ZANZAR VAGYA RE,

PERI ME TO PREM NI SADI …. EVI SHABD … (4)

SHABD PYALO SADGURU E PAYO ,

MAHI BHARELA AMIRAS GYAN,

ANDHI MATADI JYOT JAGADI,

SANMUKH UBHA SHYAM,

EVA SAIVALI KE CHHE RE,

E SURATA THI MANE LEJO TARI … EVI SHABD …. (5)

SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago