BHAJAN

એવું ધ્યાન ધરીને ગોરો કે છે રે – સંતવાણી ગુજરાતી

એવું ધ્યાન ધરીને ગોરો કે છે રે – ગુજરાતી ભજન સંતવાણી


EVU DHYAN DHARI NE GORO KE CHHE – DESHI BHAJAN SONG

રચનાઃ ખુમાનસંગ


CLICK TO DOWNLOAD MP3


એવું ધ્યાન ધરીને ગોરો કે છે રે,

ગોવિંદા અમને ભીડ તો પડી,

એવા હરી હરી રટતા રે,

એ જી બાળ મારું ગયું છે મરી…. ટેક


એ જી ઘરવાળીએ ઘણું કહ્યું હતું,

રાખવું બાળકનું ધ્યાન,

પણ માટી ખુદતા ભાન ભૂલ્યો,

ભજવા મંડ્યો ભગવાન,

એવું કચરી નાખ્યું પગ નીચે રે,

બાળકને તો ભારે કરી…‌ એવું ધ્યાન ધરીને


એજી ભાગેલ ભુજાને ભાગેલ માથું,

અને ભાગેલ બાળકના પગ,

એકે અંગનો આકાર મળે નહીં,

અને હાડકે હાડકું અલગ,

એવું માટીમાંથી મળ્યું રે,

એજી જોતા એમાં નજરો પડી …‌‌એવું ધ્યાન ધરીને


એ જી માનવી મેણા મારશે,

અને કેર કર્યો તે કુંભાર,

આ જગતને કેમ જીતાશે,

મોઢા મોઢ છે અપાર,

એવા હરિ વેગે આવો રે,

એવા ગોરા ની વ્હારે ગરૂડે ચડી…. એવું ધ્યાન ધરીને


એ જી રુદન સાંભળી રંક જનનું,

અને જાગી ગયા જગદીશ,

બે બાળક લઈને ગોરાને ઘેર, પધાર્યા જગદીશ,

એવું ‘ખુમાનસંગ’ કહે છે કે,

ભક્તિ કોને ભારે રે પડી…. એવું ધ્યાન ધરીને


આવા કળિયુગમાં હાજરા હજુર – ગુજરાતી ભજન


GUJARATI BHAJAN SANTVANI LYRICS


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago