Categories: BHAJANSANTVANI

એ જી વેલા ના વછુટ્યા રે – GUJARATI BHAJAN LYRISC

એ જી વેલા ના વછુટ્યા રે- SANTVANI BHAJAN


VELA NA VACHHUTYA RE….ગુજરાતી ભજન


CLICK TO DOWNLOAD MP3


વેલા ના વછુટ્યા રે,ભવે ભેળા નહીં થઇએ રે,

આ જુગેથી વછુટ્યા રે,ભવે ભેળા નહીં થઇએ રે….ટેક


 વેલડીયું જોડીને રે,બજારુમાં માલતા,

ઇ વેલડીયે દગો દીધો આજ…..વેલા ના વછુટ્યા રે (1)


 મેરામણ માયાળુ રે,બચલાં મેલ્યા બેટમાં,

ઇ પંખીડે લીધી કાંય વિદેશ કેરી વાટ,

નવ નવ માસે રે, આવી બચલાને ઓળખ્યા…વેલાના વછુટ્યા રે (2)


 હૈયામાં હોળી રે, ખંતીલો ખડકી ગયો,

ઇ હોળીયું લાગી મારા તનડાની માંય,

ઝાંપે ઝાળું લાગી રે,અગ્નિ ક્યાં જઇ ઓલવું….વેલા ના વછુટ્યા રે (3)


 પાટાનો બાંધનારો રે,પીડાને શું પારખે,

ઇ શું જાણે પર રુદિયા કેરી પીડ,

લખમો માળી કહે છે રે,વીતી હોય તે જાણશે…વેલા ના વછુટ્યા રે (4)


 વેલા ના વછુટ્યા રે,ભવે ભેળા નહીં થઇએ રે,

આ જુગેથી વછુટ્યા રે,ભવે ભેળા નહીં થઇએ રે….



 

SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago