BHAJAN

કરાર કિધો- KARAR KIDHO PARAMESHVAR THI

કરાર કિધો પરમેશ્વરથી – ગુજરાતી ભજન

કરાર કિધો – આ એક એવું ભજન છે કે જે માનવને યાદ દેવડાવે છે કે તે જન્મ લેતાં પહેલાં ભગવાનને કેવા કેવાં કોલ આપ્યાં હતાં.અને જન્મ લીધાં પછી તું એ બધું જ ભુલી ગયો…આ ભજન માનવને મનુષ્ય જન્મ લીધાં પછી પોતાનો જન્મ સુધારવા માટે શું કરવાનું તેની યાદ અપાવે છે…સંતોની વાણી માનવ માટે આટલાં માટે જ છે.તે કરાર કર્યો હતો કે હું તમારું નામ લઇશ.

BHAJAN-213-કરાર કિધો પરમેશ્વરથી

KARAR KIDHO PARAMESHVAR THI-કરાર કિધો

 

KARAR KIDHO PARAMESHVAR THI – GUJARATI BHAJAN LYRICS

BHAJAN LYRICS CLICK TO

ME KANUDA TORI GOVALAN -PRABHATIYA BHAJAN LYRICS

કરાર કિધો પરમેશ્વરથી,તેને તું ભુલી ગયો,

બંધન બાંધ્યા માયામાંથી,માયાથી તું ન રહ્યો…ટેક

 

માતા તણા ઉદર મહીં ઉંધે શીરે લટકાયો હતો,

મળમૂત્રને ગંધથી ત્યાં તું બહુ દુઃખીયો હતો,

અંતર તણા પુકારથી પ્રભુએ તને છોડ્યો હતો,

જન્મી જગતમાં સ્વાર્થથી વિશ્વાસઘાતી થઇ ગયો……(1)

 

પડયો પડયો ઉદર મંહી પ્રભુને ભજતો હતો,

નવે માસ નિરંતર ત્યાં પ્રભુ જાપ કરતો હતો,

નાનો હતો ત્યારે તને પયપાનની માયા હતી,

સમજુ બન્યો ત્યારથી સ્વાદોમાં વૃત્તિ ગઇ……..(2)

 

મોટા થયા સમજુ બન્યા શાણા તો તમે થઇ ગયા,

લાખેણી લાડીને લાવતાં એકમાંથી બે થયાં,

પુત્રને પરિવારના બંધન ઘણાં વળગી ગયાં,

બાપે વેઠ્યા દુઃખ ઙણાં મા-બાપથી જુદા થયા……(3)

 

માળા લીધી હાથમાં મનડું રહ્યું માયા મહી,

એક ચિત્તથી બેસવાની શક્તિ તુજમાં ના રહી,

નાડી તણાં ધબકારાની ચાલો બધી ધીમી થઇ,

કફ તણાં કિલ્લા બન્યા શ્વાસો તણી સિદ્ધી થઇ…….(4)

 

મરતાં તું મરી ગયો બાંધ્યો કફન ટુકડો,

ઉપર શ્રીફળ ચાર બાંધ્યા તારી ચિતા પર,

પધરાવવા અંતે એ પણ તારા ના થયા,

ચાંપી આગ અંગુઠે સગા સબંધી સૌ છેટા થયા…….(5)

આ ભજન માટે અંહિ ક્લિક કરો.

DO RANGA BHELA RE NAV – GUJARATI BHAJAN LYRICS

 

 

 

 

 

 

SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

4 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago