SANTVANI

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે – KAYA TO DHUTARO NA


કાયા તો ધૂતારાનાં શહેર છે

પ્રભુજીને સમયાઁ વિના… ટેક.

નાથજી નવાજ્યા વિના પાર નહીં પહોંચીએ…


જન્મ્યો હતો રે તે દિ’ શું રે બોલી બોલતો,

હવે રે બોલ્યામાં ઘણો ફેર છે,

માયામાં મનડું તારું બહુ રે લોભાણું,

રામને ભજયાથી તારે વેર છે…પ્રભુજીને સમર્યા વિના…


મોટપણું ભાઈ તેં તો બહુ રે લીધું છે,

ઇ મોટપણું એક દિ વેડશે,

કુડીરે કમાઇયું તારી ચોપડે ચડશે,

લેખા લેવા ધણી તેડશે…પ્રભુજીને સમર્યા વિના…


હીરા ઝવેરને માણેક મોતી,

છીપ રે છીપે ઘણો ફેર છે,

સાધુ બની ગયા તેથી શું થયું ને,

પ્યાલે પ્યાલામાં ઘણો ફેર છે…પ્રભુજીને સમર્યા વિના…


કહે રવિ સાહેબ ગુરુજીને સાંખે,

દીધા રે વિનાના ક્યાંથી પામશો,

દેવું હોય તો તમે દઈને રે જાજો,

એમાં પ્રભુની સાચી મહેર છે…પ્રભુજીને સમર્યા વિના…


CLICK TO DOWNLOAD MP3


જય ગુરુદત્ત જય ગિરનારી – ભજન સંતવાણી


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago