VIDAY GEET

કાળજા કેરો કટકો – વિદાય ગીત

કાળજા કેરો કટકો – કવિ દાદનું દિકરી વિદાય ગીત


KALAJA KERO KATAKO MARO – VIDAY SONG LYRICS

રચનાઃ કવિ દાદબાપુ


CLICK TO DOWNLOAD MP3


કાળજા કેરો કટકો મારો,

ગાંઠથી છૂટી ગ્યો,

મમતા રૂવે જેમ વેરડુમાં,

વીરડો ફૂટી ગ્યો..‌..ટેક.


છબતો નહીં જેનો પગ ઉપર,

પગ આજ થીજી ગ્યો,

ડુંગર જેવો ઉંબરો લાગ્યો ,

માંડ રે ઓળંગ્યો….કાળજા કેરો કટકો….


બાંધતી નહીં અંબલડો માથે,

હોય ઇ છૂટી ગયો,

રાહુ બની ઘૂંઘટડો,

મારા ચાંદને ગળી ગ્યો…કાળજા કેરો કટકો….


આંબલી પીપળી ડાળ બોલાવે,

એક વાર સામું જો,

ધુબકા દેતી જે ધરામાં,

થ્યો આરો અણોહરો….કાળજા કેરો કટકો….


ડગલે ડગલે મારગ એને,

સો સો ગાઉનો થ્યો,

ધારથી હેઠે ઉતરી ધીરી,

સૂરજ ડૂબી ગ્યો….કાળજા કેરો કટકો….


લૂંટાઈ ગ્યો મારો લાડ ખજાનો,

‘દાદ’ હું જોતો રહ્યો,

જાન ગઈ જાણે જાન લઈને,

એનો સુનો માંડવડો….કાળજા કેરો કટકો….


VIRA SHAKAN JOYI NE GHODE – LAGNA GEET


ગુજરાતી લગ્નગીતોનો સંગ્રહ


SANTVANI DHAM

Share
Published by
SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago