BHAJAN

કોણ રે સમાના કામિની – ગુજરાતી ભજન

કોણ રે સમાના કામિની – સંતવાણી ધામ

એજી કોણ રે સમાના કામિની દત્ત ફળિયેલ રામા,

દ્રોપદીની લજ્જા રાખવા હરી ઉભા છે સામા …. ટેક

એ જી વાલોજી ગ્યાતા રે વાડીએ સર્વ સાહેલીઓની સાથે,

શેરડીનો સાંઠો છોલતાં પારી બેઠી હરીને હાથે ….. એ જી કોણ રે …. (1)

એ જી માનેતી પધાર્યા મહેલમાં કટકા ચીંથરાની કાજે,

ત્યાં તો દ્રોપદીએ ચીર વધેરીયા પાટો બાંધ્યો હરીને હાથે ….. એ જી કોણ રે …. (2)

એ જી ત્રિકમ ગણ્યા એના ત્રાગડા લેખી ને રાખ્યાં હરીયે પાસે,

નવસો નવ્વાણું ચીર પુરયા સઘળી સભા જેમ દેખે ….. એ જી કોણ રે …. (3)

એવા ગરુડે ચડીને ગોવિંદ આવ્યાં,આવ્યા મારા અંતરયામી,

ભક્તોના દુઃખ કાપ્યા મહેતા નરસિંહના સ્વામિ …. એ જી કોણ રે …. (4)

SANTVANI BHAJAN LYRICS

હાલોને કીડીબાઇની જાનમાં- સંતવાણી ભજન

SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago