SANTVANI

કોનાથી બગાડું હું તો- સુંદર ગુજરાતી ભજન

કોનાથી બગાડું હું તો – સંતવાણી ભજન


KONA THI BAGADU HU TO – BEST GUJARATI BHAJAN

રચનાઃપુરૂષોત્તમ


CLICK TO DOWNLOAD MP3


કોનાથી બગાડું હું તો, કોનાથી બગાડું રે,

મારે જીવવું થોડું ને જગમાં કોનાથી બગાડું… ટેક.


એકલા આવ્યા, એકલા જાવું,

દુનિયા મુસાફરખાનુ,

સુખમાં સુતેલાને શીદને જગાડું રે…જીવવું થોડું ને…


પંખીડા આવીને રેજો,

વડલે વિસામો લેજો,

ડરશો મા વીરા તમને, નહીં રે ભગાડું રે…જીવવું થોડું ને…


કોણ છે વેરી, કોણ છે વહાલું,

ઠાલા આવ્યા ને જાવું ઠાલું,

સાર છે તો સંપમાં વીરા, શંખ શું વગાડું રે…જીવવું થોડું ને…


અંતરયામી એટલું માંગું,

પરદુ:ખે એટલું જાણું,

આંખના આંસુડે એનો, અગ્નિ બુઝાવું રે…જીવવું થોડું ને…


‘ પુરુષોત્તમ’ કહે પ્રાણ પ્યારા,

સદગુરુ તારણહારા,

સમરણ સવાયા દેજો, લગની લગાડું રે…જીવવું થોડું ને…


કૃષ્ણ તેરે મંદિરો મેં દીપ જલે – કૃષ્ણ ભજન


સંતવાણી ધામ ભજન વેબસાઇટ


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago