BHAJAN

ગગન ગઢ રમવાને હાલો (GAGAN GADH RAMAVA)

ગગન ગઢ રમવાને હાલો – ગુજરાતી ભજન

સંતવાણી ભજન -ગગન ગઢ રમવાને

ગગન ગઢ રમવાને હાલો,

નિરાશી પદમાં સદા માલો ….  ટેક

 

પડવે ભાળ પડી તારી,

મધ્યો મધ્ય નિરખાયા મોરારી,

વાલમ વર જાંઉ હું વારી ….. (1)

 

બીજે બોલે બહુનામી,

ઘટોઘટ વ્યાપી રહ્યા સ્વામી,

જુગતીથી તમે જોઇ લો અંતર જામી ….. (2)

ત્રીજે તુરઇ વાજા વાગે,

સુરતા મારી સનમુખ રહી

 મહા સુન મોરલીયું વાગે ….. (3)

ચોથે ચંદ્ર ભાણ વાળી,

જોવે કોઇ આપાપણાને ટાળી,

ત્રિવેણી ઉપર નૂર લ્યો નિહાળી … (4)

 

પાંચમ પવન થંભે ઠેરી,

લાગી મુને પ્રેમ તણી લેરી,

સુરતા મારી શબદુમાં ઘેરી ….. (5)

છઠે જોવો સનમુખ દ્વારે,

ત્રિવેણી ઉપર નાયાનો આરો,

ત્યાં તો સદા વરસે અમર ધારો ….. (6)

સાતમે સમરણ જડ્યું સાચું,

આ તો કોઇ વિરલા જાણે વાતું,

જડ્યું હવે આદુનું ખાતું …. (7)

આઠમે અકળ કળા એની,

વાતું હવે કયાં જઇ કરું વેહની,

રહું હું તો શબ્દ નીસામાં ઘેની …. (8)

 

નોમે મારે નિરભે થયો નાતો,

છોડાવ્યો જમપુરીથી જાતો,

સદગુરૂએ શબ્દ દિધો સાચો …. (9)

દસમે જડી દોર તણી ટેકી,

મધ્યમાં મળ્યા અલખ એકાએકી,

સુરતા મારી દંગ પામી દેખી …..  (10)

એકાદશી અવીઘટ ઘાટ એવો,

શબ્દ લઇને સુરતાને સેવો,

સદાય તમે સોહં પુરૂષ સેવો …. (11)

દ્વાદશી દુર નથી વાલો,

સમજ વિના બારે ફરતો ઠાલો,

સુખમણ સાથે પી લ્યો પ્યાલો …. (12)

તેરસે વાળી ત્રિવેદી ઉપર ધારા,

જપું નીજ નામ તણી માળા,

પ્રગટ્યા રવિ ઉલટ્યા અજવાળા ….. (13)

ચૌદશે કહ્યું ચીત કરે નહીં મારું,

થયું ઓચિંતું અજવાળું,

સદગુરૂએ તોડ્યું વજ્જર તાળું ….. (14)

પુનમ દેખી પુરણ પદ પામી,

મળ્યા જ્યારે ફુલગરજી સ્વામી,

રહે છે સવો ચરણમાં શીશ નામી ….. (15)

ગગન ગઢ રમવાને હાલો,

નિરાશી પદમાં સદા માલો ….

DHARM NA JUYO – ધર્મના નામે જુઓને

Santvani bhajan lyrics -gagan gadh ramava ne

 

Gagan gadh ramava ne halo,

Nirashi padma sada malo …… tek

Padave bhal padi tari,

Madhyo madhya nirakhya morari,

Valam par jayu hu vari …… (1)

Bije bole bahunami,

Ghatoghat vyapi rahya swami,

Jugati thi tame joi lyo antar jami …. (2)

Trije turai vaja vage,

Surata mari sanmukh rahi jage,

Maha shuns moraliyu vage …. (3)

Chothe chandra bhan vali,

Jove koi apapanane tali,

Triveni upar noor lyo nihali …. (4)

Pancham pavan thambhe theri,

Lagi mune prem tani leri,

Surata mari shabdu ma gheri …. (5)

Chhatthe jovo sanmukh dwaro,

Triveni upar naya no aro,

Tya to sada varase amar dharo …. (6)

Satame samaran jadyu sachu,

Aa to koi virala jane vatu,

Jadyu have aadu nu khatu …. (7)

Athame akal kala eni,

Vatu have kya jai karu veh ni,

Rahu hu to shabd nisa ma gheni ….(8)

 

Nome mare nirabhe thayo nato,

Chhodavyo jampuri thi jato,

Sadguru e shabd didho sacho ….. (9)

Dasame jadi dor tani teki,

Madhy ma malya alakh ekaeki,

Surata mari dang pami dekhi ….. (10)

Ekadashi avighat ghat evo,

Sabd lai ne surata ne sevo,

Saday tame soh purush sevo …. (11)

Dwadashi dur nathi valo,

Samaj vina bare farato thalo,

Samaj sathe pi lyo pyalo …. (12)

Terase vali triveni upar dhara,

Japu nij nam tani mala,

Pragatya ravi ulatya anjavala …. (13)

Chaudashe kahyu chit kare nahi maru,

Thayu ochintu anjavalu ,

Sadguru e todyu vajjar talu …. (14)

Punam dekhi puran pad pami,

Malya jyare fulagaraji swami.

Rahe chhe savo charan shish nami ….. (15)

 

KIRTAN – HA RE TARE EK DIN JAVU PADASHE

SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

5 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago