ગજબ હાથે ગુજારીને,પછી કાશી – ભજન સંતવાણી સંગ્રહ
GAJAB HATHE GUJARI NE – BEST SANTVANI SONG
રચનાઃ કવિશ્રી પિંગળશી ગઢવી
ગજબ હાથે ગુજારીને, પછી કાશી ગયાથી શું,
મળી દુનિયામાં બદનામી, પછી નાસી ગયાથી શું….. ટેક
ન ખાધું કે ન ખવડાવ્યું, દુઃખી થઈને રહ્યાથી શું,
જગતમાં કોઈ નવ જાણે, જનેતાએ જાણ્યાથી શું…. ગજબ હાથે
વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી વિદ્યા ભણવાથી શું,
સુકાણા મોલ સૃષ્ટિના, પછી વૃષ્ટ્રી થયાથી શું….. ગજબ હાથે
જીવનના ભોગ આપીને, પ્રપંચોમાં ભળીયાથી શું,
સમય પર લાભ ન આપે, પછી એ ચાકરીથી શું… ગજબ હાથે
દિધું નથી દાન દુખિયાને, પછી ખોટી દયાથી શું,
કવિ “પિંગળ” કહે, પૈસા મુવા વખતે મળવાથી શું ….ગજબ હાથે