ઘડીએ ઘડીએ લાડબાઇ કાગળ મોકલે,
રાયવર વેલેરા આવ,સુંદરવર વેલેરા આવ,
તારા ઘડીયા લગન રાયવર વહી જશે,
હું તો કચરાળી શેરીએ લાડવૈ નહીં હાલું,
ઘડી ન વેલો પરણીશ,ઘડી ન મોડો પરણીશ.
અબઘડીએ ફુલવાળી શેરી નિપજે,
વર તો વગડાનો વાસી,એના પગ ગયા છે ઘાસી,
એ તો કેટલા દિ નો ઉપવાસી,
દીકરી દેતું તું કોણ,જમાઇ કરતું તું કોણ,
તારા ઘડીયા લગન રાયવર વહી જશે ….
હું તો આંબાના તોરણ લાડવૈ નહીં અડું,
ઘડી ન વેલો પરણીશ,ઘડી ન મોડો પરણીશ,
અબઘડીએ મોતીના તોરણ નિપજે,
ઘડીએ ઘડીએ લાડબાઇ કાગળ મોકલે,
રાયવર વેલોરો આવ,સુંદરવર વેલેરો આવ,
તારા ઘડીયા લગન રાયવર વહી જશે…..
હું તો ઠીંકરાની ચૌરી લાડવૈ નહીં પરણું,
ઘડી ન વેલો પરણીશ,ઘડી ન મોડો પરણીશ,
અબઘડીએ તાંબાની ચૌરી નિપજે,
ઘડીએ ઘડીએ લાડબાઇ કાગળ મોકલે,
રાયવર વેલોરો આવ,સુંદરવર વેલેરો આવ,
તારા ઘડીયા લગન રાયવર વહી જશે…..
એવી હાલી રે અયોધ્યા રામને વળાવવા
આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…