Categories: BHAJANSANTVANI

ગુજરાતી સંતવાણી-કહે સહદેવ અમે નહીં રહીયે પાંડવો

ગુજરાતી સંતવાણી-કહે સહદેવ અમે નહીં રહિયે – SANTO NA BHAJANO

ભજન -દેશી ભજન-કહે સહદેવ અમે નહીં રહિયે પાંડવો…..ગુજરાતી સંતવાણી

કહે સહદેવ અમે નહીં રહિયે પાંડવો,
ઐસા કળિયુગ આવેગા
જે ઠેકાણે મારો હંસો રાજા બેસતા,
ત્યાં બગલા આસન વાળેગા…કહે સહદેવ અમે…..(1)
એ સોનાની થાળમાં બ્રાહ્મણો જમતા,
દીધા દાન ન લેતા,
આજના બ્રાહ્મણો ઘેર ઘેર ભટકે,
ઇ ભિક્ષા માંગી લાવેગા…કહે સહદેવ અમે…..(2)
એ બ્રાહ્મણોને વાણિયા ધાડું પાડશે,
ઓલા બાવા દુકાનું માંડેગા,
અધરમીના ઘરે તુલસીનો ક્યારો,
ઉચ્ચ વરણ વહાં જાયેગા…કહે સહદેવ અમે…(3)
એ સકળની નારીયું લાજું લોપશે,
ઓલી ગુણીકા ઘૂંઘટ તાણીગા,
દીકરીના પૈસે પિતા પરણશે,
ઐસા કલયુગ આવેગા….કહે સહદેવ અમે…..(4)
બેટો બાપના કહ્યા કરે નહીં,
ઇ પુત્ર પરણાવી ઘર આવેગા,
પરણાવ્યા પછી ઇ તો પાંચમે દાડે,
વહુને વચને ચાલેગા…..કહે સહદેવ અમે…..(5)
પાંચ પાંડવ માતા કુંતાના ઇતો,
હાડ હેમાળે ગાળેગા,
સહદેવ જોષીએ આગમ ભાખ્યા,
જીવેગા ઇ જોવેગા…કહે સહદેવ અમે…..(6)
કહે સહદેવ અમે નહીં રહિયે પાંડવો,
ઐસા કળિયુગ આવેગા
જે ઠેકાણે મારો હંસો રાજા બેસતા,
ત્યાં બગલા આસન વાળેગા…કહે સહદેવ અમે…..

SANTVANI DHAM,પ્રાચીન ભજન,ભજન સંગ્રહ ગુજરાતી

હમસે રાર કરો ના મુરારી – સંતવાણી ધામ

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago