Categories: SANTVANI

ગોરી તારે ત્રાજવડે રે – ભજન સંતવાણી

ગોરી તારે ત્રાજવડે રે મોહ્યા મુનિવર – સંતવાણી ગીત


GORI TARE TRAJVADE RE – SANTVANI SONG GUJARATI

રચનાઃનરસિંહ મહેતા


CLICK TO DOWNLOAD MP3


ગોરી તારે ત્રાજવડે રે, મોહ્યા મોહ્યા મુનિવર રાયા રે,

રૂપ સ્વરૂપ કળ્યું નવ જાયે,કોઇ દીસે છે ઇશ્વરી માયા રે …..ટેક


રૂમઝૂમ રૂમઝૂમ નેપુર બાજે,ગોફણે ઘુઘરી ઘમકે રે,

શીશ દામણી એણી પેર સોહે,જેમ ગગન વીજળી ચમકે રે …..ગોરી તારે …


નિલવટ આડ કરી કેસરની,માંહે મૃગમદની ટીલી રે,

આંખલડી જાણે પાંખલડી,હિડે લીલાએ લાડગહેલી રે ….. ગોરી તારે …..


આ કંચવો તમે ક્યાં સિવડાવ્યો,શણગટ વાળ્યો શું ધારી રે ?,

આ વેણી તમે ક્યાં રે ગૂંથાવી,જેણે મોહી વ્રજની નારી રે …… ગોરી તારે ……


ચંચલ દ્રષ્ટ્રી ચહુદિશ નિહાળે,માંહે મદનનો ચાળો રે,

નરસૈયાનો સ્વામી જોવા સરખો,કોઇએ સુંદરીનું વદન નિહાળો રે …..ગોરી તારે …..


તારા રે ઘટમાં પિયુ બિરાજે – ભજનની દુનિયા


SANTVANI DHAM BHAJAN LYRICS WEBSITE


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago