ઘડપણ કોને મોકલ્યું, જાણ્યું જોબન રહે સો કાળ…. ટેક
ઉમરા તો ડુંગરા થયા રે, પાદર થયા પરદેશ,
ગોળી તો ગંગા થઈ રે, અંગે ઉજળા થયા છે કેશ…. ઘડપણ કોણે
નહોતું જોઈતું ને શિદ આવ્યું રે, નહોતી જોઈ તારી વાટ,
ઘરમાંથી હળવા થાય રે, એની ખૂણે ઢળાવોને ખાટ…. ઘડપણ કોણે
નાનપણે ભાવ એ લાડવા રે, ઘડપણે ભાવે સેવ,
રોજને રોજ જોઈએ રાબડી રે, એવી પડી છે ઘડપણની ટેવ…. ઘડપણ કોણે
પ્રાતઃકાળે પ્રાણ મહારા રે, અન્ન વિના અકળાય,
ઘરના કહે મરતો નથી રે, તને બેસી રહેતા શું થાય?… ઘડપણ કોણે
દીકરા તો ઝુજવા થયા રે, વહુઓ દે છે ગાળ,
દીકરીઓને જમાઈ લઈ ગયા રે, હવે ઘડપણના શા રે હાલ…. ઘડપણ કોણે
નવ નાડો ઝૂઝવી પડીને, આવી પહોંચ્યો છે કાળ,
બૈરા છોકરા ફટફટ કરે રે, નાના બાળક દે છે ગાળ…. ઘડપણ કોણે
અંતકાળે વળી આવ્યા રે, દીકરા પધાર્યા દ્વાર,
પાંસળી એથી વાંસળી રે, પછી છોડીને આપી બાર….. ઘડપણ કોને
એવું સાંભળી પ્રભુજી ભજો રે, સાંભળજો જગનાથ,
પર ઉપકાર કીધે પામશે રે, ગુણ ગાય નરસૈયો દાસ….. ઘડપણ કોને
કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…
આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…
કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…
આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…
અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…