AARATI

જય આધ્યાશક્તિ આરતી – નવદુર્ગા આરતી

જય આધ્યાશક્તિ આરતી – અંબેમાની આરતી


JAY ADHYA SHAKTI ARATI IN GUJRATI – NAVARATRI ARATI

રચનાઃ શિવાનંદ સ્વામી


CLICK TO DOWNLOAD MP3


જય આદ્યાશક્તિ, મા જય આદ્યાશક્તિ,

અખંડ બ્રહ્માંડ નિપાવ્યા પડવે પ્રગટ્યા મા

ૐ જય ૐ જય ૐ મા જગદંબે…

દ્વિતીય બેય સ્વરુપ, શિવશક્તિ જાણું, (2)


બ્રહ્મા ગણપતિ ગાયે, હર ગાયે હર મા..

ૐ જયો જયો મા જગદંબે…

તૃતીય ત્રણ સ્વરુપ ત્રિભૂવનમાં બેઠા,

ત્રયા થકી તરવેણી, તું તરવેણી મા..(2)

ૐ જયો જયો મા જગદંબે…


ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યા,

ચાર ભૂજા ચૌદ દિશા, પ્રગટ્યા દક્ષિણમાં…(2)

ૐ જયો જયો મા જગદંબે…


પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા,

પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે, પંચે તત્વો મા…..(2)

ૐ જયો જયો મા જગદંબે…


ષષ્ટિ તું નારાયણી, મહિષાસૂર માર્યો,

નરનારી ના રુપે, વ્યાપ્યા સઘળે મા…..(2)

ૐ જયો જયો મા જગદંબે…


સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી,

ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા….(2)

ૐ જયો જયો મા જગદંબે …


અષ્ટમી અષ્ટ ભૂજા આઈ આનંદા,

સુરવર મુનિવાર જન્મ્યા, દેવો દૈત્યો મા….(2)

ૐ જયો જયો મા જગદંબે…


નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા,

નવરાત્રિના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધાં હર બ્રહ્મા….(2)

ૐ જયો જયો મા જગદંબે…


દસમી દશ અવતાર જય વિજ્યા દશમી,

રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા….(2)

ૐ જયો જયો મા જગદંબે…


એકાદશી અગિયારસ, કાત્યાયિની કામા,

કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા….(2)

ૐ જયો જયો મા જગદંબે…


બારસે બાળારુપ બહુચરી અંબા મા,

બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે, તારા છે તુ જ મા….(2)

ૐ જયો જયો મા જગદંબે…


તેરસે તુળજા રુપ તુ તારુણી માતા,

બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, ગુણ તારા ગાતા….(2)

ૐ જયો જયો મા જગદંબે…


ચૌદશે ચૌદા રુપ ચંડી ચામુંડા,

ભાવભક્તિ કાંઈ આપો, ચતુરાઈ કંઈ આપો, સિંહવાહિની મા….(2)

ૐ જયો જયો મા જગદંબે…


પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા,

વશિષ્ઠદેવે વખાણ્યા, માર્કંડદેવે વખાણ્યા, ગાઇ શુભ કવિતા…..(2)

ૐ જયો જયો મા જગદંબે…


સવંત સોળ સત્તાવન, સોળસે બાવીસ મા,

સવંત સોળે પ્રગટ્યા, રેવાને તીરે, મા ગંગાને તીરે….(2)

ૐ જયો જયો મા જગદંબે…


ત્રંબાવટી નગરી મા રુપાવટી નગરી, મા ચંપાવતી નગરી

સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી….(2)

ૐ જયો જયો મા જગદંબે…


શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, ભણે શિવાનંદ સ્વામી, સુખસંપત્તિ થાશે,

હર કૈલાશે જાશે, મા અંબા દુઃખ હરશે….(2)

ૐ જયો જયો મા જગદંબે…


પીર રામદેની આરતી – રામાપીરની આરતી


આરતી સંગ્રહ,માતાજીની આરતી


SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago