જુદો જ રહું છું દુનિયાથી,
જુદી જ મુજ આલમ રાખું છું,
મસ્તીમાં રહું છું મારી છતાં,
દુનિયાની ગતાગમ રાખું છું….. જુદો જ રહું…
ક્યારેક ચુંટુ છું ફૂલોને તો,
પ્યાર કરું છું કંટકને,
ક્યારેક કરું છું હૈયું કઠણ,
ક્યારેક મુલાયમ રાખું છું …. જુદો જ રહું …..
હું કોઇને મારી બાબતને,
કળવા ના દઉં છું દુનિયાને,
રાખું છું ખુશીને ચહેરા પર,
ને અંતરમાં ગમ રાખું છું …જુદો જ રહું ….
નાઝીર હું મારી વ્હાલપનો,
ઉપયોગ કરું છું મનમાન્યો,
હું કોકને કાયમ દઉં છું તજી,
તો કોકને કાયમ રાખું છું ….. જુદો જ રહું …..
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…