BHAJAN

જેને દિઠે મારા નેણલાં ઠરે – સંતવાણી ભજન

જેને દિઠે મારા નેણલાં ઠરે – ગુજરાતી ભજન સંતવાણી ગીત


JENE DITHE MARA NENALA THARE – JUNA BHAJAN

રચનાઃ લખમો માળી


CLICK TO DOWNLOAD MP3


જેને દિઠે મારા નેણલાં ઠરે,

બાયું, અમને એડા એડા સંત મળે ……ટેક


ઉદરમાંથી એક બુંદ પડે,ને ભગત નામ ધરે,

નરક છોડાવીને ન્યારા રેવે,અમર લોકને વરે ….અમને એડા એડા….


ચાલતા નર ધરતી ન દુભવે,પાપ થકી બહુ ડરે,

શબ્દ વિવેકીને ચાલે સુલક્ષણા,પૂછી પૂછી પાવ ધરે ….. અમને એડા એડા ….


ત્રિગુણ પૂતળી રમે સૂનમાં,અણઘટ ધાટ જ ઘડે,

ગુરૂજીના શબ્દો એવા છે,ખોજે તેને ખબરુ પડે ….. અમને એડા એડા …..


કાયાવાડીનો એક ભમરો,સંધ્યાએ ઓથ ધરે,

આ સંસારમાં સંત સુહાગી,બેઠા બેઠા ભજન કરે …..અમને એડા એડા ……


વર્ષાઋતુનો એક હિમ પોપટો,નીર ભેળા નીર ભળે,

લખમાના સ્વામીની સંગે રમતાં, સ્વાતિનાં બિંદુ ઠરે ….. અમને એડા એડા …..


વાદળી આકાશમાં આવી – દેશી ભજન સંતવાણી


PRACHIN SANTVANI BHAJAN LYRICS


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago