તું મારો દરીયોને કાંઠો ય તું,
તુ આખો દરીયોને છાંટો ય તું……
તારી નજર છે દર્દનો મલમ,
દિલમાં ફસાયો એ કાંટો ય તું……
હર એક જનમથી માગી કસમથી,
ત્યારે મળી આપડી દોસ્તી……
જીવવામાં જોડે પણ શ્વાસ છોડે,
ત્યારેય સાથે જવું હોશ થી……
તું મારો દરીયોને કાંઠો ય તું,
તુ આખો દરીયોને છાંટો ય તું……
તારી નજર છે દર્દનો મલમ,
દિલમાં ફસાયો એ કાંટો ય તું……
જીવવા છે જાદુ ભરેલાં,
સપનાઓ ચારેય આંખે,
દુનિયાને કહેવા દે ઘેલાં,
એનો ભરમ એજ રાખે….
એના સવાલોને કાને ન ધરતો,
ક્યારેક દેશું જવાબો,
એકબીજાને જ દેવાનાં થાશે,
આ જિદંગીનાં હિસાબો…..
હર એક જનમથી માગી કસમથી,
ત્યારે મળી આપડી દોસ્તી……
જીવવામાં જોડે પણ શ્વાસ છોડે,
ત્યારેય સાથે જવું હોશ થી……
તું મારો દરીયોને કાંઠો ય તું,
તુ આખો દરીયોને છાંટો ય તું……
તારી નજર છે દર્દનો મલમ,
દિલમાં ફસાયો એ કાંટો ય તું……
કોણ હલાવે લીમડી – ભાઇ બેનનાં પ્રેમનું ગીત
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…