DUHA-CHHAND

દાદભાના દુહાઓ – ગુજરાતી દુહા છંદ

દાદભાના દુહાઓ – લોકસાહિત્યનાં સથવારે – દુહા છંદ


DADBHA  NA DUHA – GUJARATI DUHA LYRICS

રચનાઃ કવિશ્રી દાદભા ગઢવી


CLICK TO DOWNLOAD MP3


માયા ને મમતા તણા, જેને રુદે લાગ્યા ન રોગ,

ઈ સંત સમરવા જોગ, દિવસ ઉગતાં દાદભા.


નીંભાડેથી નિકળે, રણકે રીઢાં હોય,

કાંસા જાણીને કોઈ, દોણાં વોરે ન દાદભા.


જગ ઊથડકી જાય, (જેનાં) ઠરેલ મન થડકે નહીં,

( એવા )અણડગ અવનિમાંય, દીઠ્યા થોડા દાદભા.


ગાળિયેથી છૂટી ગયું, વાંભ્યું ઢોર વળે,

એક માનવ નવ મળે, દ્રશ્યું ઓળાંડેલ દાદભા.


જશભાગીની જગતમાં, વહમાયું વેઠાય,

ખરિયું નવ ખમાય, દોણે પાકડાની દાદભા.


નીર ખીર નોખાં રીતે,મથ્યે ન માખણ થાય,

( તોઇ) ફોદરડા કે ‘વાય, દહીં ન કહેવાય દાદભા.


તેતરડાં જેમ તરફડે (જેનું) ચપટી વાગતાં ચિત્ત,

એને રણશૂરાની રીત, શીખવવી કેમ શામળા !


પાદરથી પાછા વળે, સીમાડે જ સંતાય,

એવા જાણ્યે કદી ન જાય, દુઃખની વેળા દાદભા.


ચકડોળે ઉપર ચડ્યાં, વાયેં વીફરિયાં,

કોઈએ નવ કરિયાં, દિલના સંગી દાદભા.


રામે સોંપેલ રાજ, ભરતને ભોગવવા,

પણ ચાખડિયુંથી સ્વાદ, દેખ્યો ન ઝાઝો દાદભા.


KAVI KAG NA DOHA – કાગ બાપુનાં દુહાઓ


DUHA CHHAND LYRICS IN GUJRATI


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago