BHAJAN

દેવાયત પંડિત દાડા દાખવે – આગમવાણી ભજન

દેવાયત પંડિત દાડા દાખવે – પ્રાચીન ગુજરાતી ભજન


DEVAYAT PANDIT DADA DAKHAVE – AGAMVANI BHAJAN

રચનાઃ દેવાયત પંડિત


CLICK TO DOWNLOAD MP3


દેવાયત પંડીત દાડા દાખવે, સુણી લિયોને દેવલ દે નાર,

લખ્યા રે ભાખ્યા હોય દિન આવશે, જૂઠડા નહીં રે લગાર,

આપણા ગુરુએ આગમ ભાટીયા રે….ટેક


પહેલા રે પહેલા પવન ફરુકશે, અને નદીએ નહીં હોય નીર,

ઉત્તર દિશાથી સાયબો આવશે, મુખ હશે હનુમાન વીર….. દેવાયત પંડિત


ધરતી માથે હેમર હાલશે, સુના સુના નગર મોજાર,

લક્ષ્મી લૂટાશે લોકો તણી, જેની નહીં ઘા કે ફરિયાદ…. દેવાયત પંડીત


એવો પોરો રે આવ્યો સંતો પાપનો, અને ધરતી માંગે ભોગ,

કેટલા ખડગે સહારશે અને કેટલાક મરશે રોગ…. દેવાયત પંડીત


ખોજો રે પુસ્તકને ખોજો પાનીયા અને ખોજો કાજીના કુરાન,

અસલ જાદી ચુડલો પેરશે, અને આ છે આગમના એંધાણ…. દેવાયત પંડિત


જતી રે સતી અને સાબરમતી, ત્યાં થાશે સુરાના સંગ્રામ,

તે દી કાયમધણી કાલિંગાને મારશે, અને નકલંગ ધરશે તે દી અવતાર…. દેવાયત પંડીત


કાંકરિયા તળાવે તંબુ તણાશે, અને રોકશે સો સો ગામની સીમ,

આવી રૂડી રે દિશે રે એ રળિયામણી, અને સાથે અર્જુનને ભીમ…. દેવાયત પંડિત


પશ્ચિમ દિશાથી સાયબો આવશે, અને આવે મારા જુગનો જીવણ,

કળયુગ ઉથાપી સતયુગ સ્થાપશે, એવું બોલ્યા દેવાયત પંડીત…. દેવાયત પંડિત


તારા રે ઘટમાં પિયુ બિરાજે – ભજનની દુનિયા


GUJARATI DESHI BHAJAN ,SANTVANIDHAM


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago