BHAJAN

પાંચાળનું પરગટ છે પીરાણું – ગુજરાતી ભજન ગીત

પાંચાળનું પરગટ છે પીરાણું – ગુજરાતી સંતવાણી


PANCHAL NU PARGAT CHHE PIRANU – SANTVANI BHAJAN LYRICS

રચનાઃદાસ વિઠ્ઠલ


CLICK TO DOWNLOAD MP3


પાંચાળનું પ્રગટ છે આ પીરાણું, ગેબીનાથને ગરણે ગળાણુ,

પંચાળનું પ્રગટ છે પીરાણું………


મેપા ભગતે નિભાડો માંડ્યો, મેઘથી વાદળ ઘેરાણું,

કેડિયું ઢાંકીને કોરો રાખ્યો, કોઈને ના એ કળાણું… પંચાલનું પરગટ….


રતા મેપાએ જાદરો થાપ્યો,દીકરા દીધેથી દેખાણું,

પોતાના મારી પારકા જીવાડિયા, થાનમાં થયું ઠેકાણું….. પાંચાળનું પરગટ


જાદરા ભગતે આપેલ આંખે, અંધ દાનાને દેખાડો,

જીભ સાંધીને ઘોડો જીવાડીયો, કંઈ ફુકણીએ ફુકાણું…. પાંચાળનું પરગટ…….


જગ્યા ઉપર જુલમ આદર્યો, દિલ ગોરખનું દુભાણુ,

મોલડીની મોલાત ઉડાડી જગમાં ત્યારે જણાણું….. પાંચાળનું પ્રગટ…..


વિહળાનાથની ડેલીએ દેખો દીકરાનું છે દુંજાણું,

વાંજીયા મેણા ભાંગીયા મલકના, ગાય પારણીયે ગાણું…. પંચાળનું પરગટ…….


દાન વિહળે દીપ જ જલાવ્યો, સતાધાર સરજાણું,

જંગલમાંથી મંગલ કરાયું,ગીગેવ નામ ગવાણું…… પંચાળનું પરગટ….


હરીહરના જ્યાં સાદ હંમેશા થાતા, ભાવથી પીરસાઈ ભાણું,

દાસ વિઠ્ઠલ કહે તારે દેવળે, ખૂટ્યું નહીં ક્યાંય ખાણું…… પાંચાળનું પ્રગટ…..


હરી રસ પીવે બીજાને પાય – દેશી ભજન


SANTVANI BHAJAN GUJARATI LYRICS


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago