પૂછો પુરા પંડિતોને,પૂછો શેખ સંન્યાસીને,
આ નિજરા ગુરૂ કોણ છે ….. ટેક
ઓલી કાતન વાલી કો સુતર કોણ,
વાંઝણી કેરો પુતર કોણ,
સુતર પેરી તમે જુઠા ન બોલો,
આમા નુગરા કોણ છે ….. પૂછો પુરા …..
જમીન કેરી જાત કોણ,
આસમાન કેરા જહાજ કોણ,
ઇ જહાજમાં બારે મેઘ વરસે,
આ તે દેવ્યા કોણ છે ….. પૂછો પુરા ….
સાર માયલી ધાર કોણ,
ધાર માયલી ધીરજ કોણ,
ધીરજમાં તમે માળા ફેરવો,
આ તે અંજપા કોણ છે ….. પૂછો પુરા ……
ભામીની કી ભંગ કોણ,
શિવજી કી લિંગ કોણ,
ઇ ભંગમાં એક જ્યોતી ઉપન્યા,
આ તે દેવતા કોણ છે …. પૂછો પુરા ……
ભણે નામો લખે શ્યામો,
સંતો તમે સાંભળો,
એમ બોલિયા સિદ્ધ રામદે,
ખોજન વાલા કોઇ સંત છે….. પૂછો પુરા ……
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…