BHAJAN

મહામાયા ચરણે મનડું છે – MAHA MAYA CHARANE

મહામાયા ચરણે મનડું છે -PRACHIN BHAJAN LYRICS

MAHA MAYA CHARANE MANADU CHHE ….ભજન સંતવાણી -મહામાયા ચરણે મનડું

રચનાઃ નારાયણ સ્વામી


મહામાયા ચરણે મનડું છે મારું – આ રચના નારાયણ બાપુની છે.તેમાં તેમણે મા ભગવતીની એક સ્તૃતિ કરીને પોતે સંપુર્ણપણે માં ભગવતીનાં ચરણોમાં સમર્પિત કરી દિધા છે.તેઓ એક એક શબ્દે માતાજીની ભક્તિ માંગે છે.તેમની સતત સેવા કરવાની અને મન અભિમાન ન આવે તે બાબતની માતાજી પાસે માંગણી કરે છે.એક ભક્ત તરીકે આરદા કરતી આ ભજન કૃતિ છે


આ ભજનને સાંભળવા માટે અંહિ ક્લિક કરો…

સ્વરઃ નારાયણ સ્વામી

ભજનની લંબાઇઃ 6.35 મિનિટ


અરજ સુણીને અમતણી,ભગવતી રે જો ભેર,

દૈત્ય વિદારણ દેવીઓ, મા તું કરજે મહેર .


મહામાયા ચરણે મનડું છે મારું,

તન મન ધન લઇ તુજ પર વારું … ટેક


સ્મરણ કરૂ ત્યાં સહાય મળે છે,

નામં જ લેતાં પાપ બળે છે,

દુનિયાદારીનું સુખ,લાગે છે ખારું ….મહામાયા….


કોઇ પ્રકારનું દુઃખ નથી અમને,

અરજ એકાંતે કરું છું તમને,

અહમ ન આવે ,ધ્યાન રહે મા તમારું…. મહામાયા  …


કુડી કાયાના કરમે પુરાયો,

લખ ચોરાસી ફરીને હું આવ્યો,

તૃષ્ણા ટાળીને કાપો ઘોર અંધારૂ …… મહામાયા ….


ચાર મઢ માતાના પાંચમી છે ડેરી,

શેલણ શ્રીફળથી સાપ ઉતરે છે ઝેરી,

નારાયણ નમીને ધ્યાન ધરે મા તમારુ …. મહામાયા …..


આ ભજનને અંહિંથી ડાઉનલૉડ કરો.

MP3 FILE: 6.13 MB

CLICK HERE TO DOWNLOAD


SANTVANI DHAM ,BHAJAN LYRICS IN GUJARATI

માતાજીની ચરજ – આંગણ તલાવડી ને


SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago