DUHA-CHHAND

માંડલીકના દોહા – દુહા સાહિત્ય

માંડલીકના દોહા – કાઠીયાવાડી દુહાઓ


MANDALIK NA DUHA – KATHIYAVADI LOK SAHITYA

રચનાઃ કવિ માંડલિક


CLICK TO DOWNLOAD MP3


પંખી પ્રેમતાણા, સુનેવળ સોહે નહીં,

આવે ઉલટભર્યા, મારા ઉપર માંડલીક…


ભક્ત વાયા જુકે ભર ભર વેદુ ઠામ,

ક્યું ન ધરે કાન, મણીઘર નહતું માંડલીક…


ગઢજુનાની પોળ દામો કુંડ દેખીશ નહીં,

રતન જાશે રોડ, તે દી મુને સંભારી માંડલીક…


નહીં વાગે નીશાદ નકાબ હટશે નહીં,

ઉલટશે અસરાણ, તે દી મુંને સંભારીશ માંડલીક…


જાશે શની રીત રાપણું રેશે નહીં,

મેડીયું થાશે મસીત, તે દી મુંને સંભારીશ માંડલીક…


ગઢ ગરવાનું રાજ સંતાપે પામીશ નહીં,

કાયા થશે અકાજ, તે દી મુંને સંભારીશ માંડલીક…


અતલના ઉતારી, પેરીશ ગડીયલ વાઘ,

તારો કરમે કાળો દાગ, તે દી મુંને સંભારીશ માંડલીક…


સેખો માયલો શેખ માથું મુંડાવી કરી,

ભમતો માંગીશ ભીખ, તે દી મુંને સંભારીશ માંડલીક…


તપસ્યામાં ખામી પડી ક્રીયા પડી કોઠ,

ખોટામણની ખોટ, તે દી મુને સંભારીશ માંડલીક…


ઝાલરના ઝણકાર કાને સંભળાશે નહીં,

પડશે બાગ પુકાર, તે દી મુંને સંભારીશ માંડલીક…


તારા ઘોડા લઈ પાછો જુનાણે જા,

માની જા મદ મોહકરા મારા વચન માંડલીક…


તારી રાણીયું બજારમાં હાલશે, દેહતિયું દેશે,

એ ઓજલ આરહતિયું, તે દી મુંને સંભારીશ માંડલીક…


જુનાણે પાછો જા છાનો માનો ચૂપ,

ભળ્યા નથી ભૂપ, હજુ મગ ને ચોખા માંડલીક…


નાગબાઈને નમ્યો નહીં, તું ભૂલી ગયો મોટી ભીંત,

તારી મેડીને કરી દઉં મસીત, તે દી મુને સંભારીશ માંડલીક…


કરકરીયો રોટલો ખાય તો ખવાય,

ચણા ન ચવાય લોઢાના માંડલીક…


ભજન સંતવાણી સાખીઓ – સંતોની સાખીઓ


દુહા – છંદ સાહિત્ય


SANTVANI DHAM

Recent Posts

કંથળનાથની ગોદડી – ૭ – સંતોની સંતવાણી

કંથળનાથની ગોદડી - ૭ -ભજનની સરવાણી KANTHALNATH NI GODADI -07 BEST SANTVANI LYRICS રચનાઃદાસનાથ CLICK…

1 month ago

ઇશ્ક મેં હમ તુમ્હે ક્યા બતાયેં – હિન્દી ગઝલ

ઇશ્ક મેં હમ તુમ્હે ક્યા બતાયેં - ગઝલ ગીત ISHQ ME HUM TUMHE KYA BATAYE…

1 month ago

ઇસ તન ધન કી કરો ન બડાઈ – સંત કબીર ભજન

ઇસ તન ધન કી કરો ન બડાઈ - કબીરવાણી IS TAN DHAN KI KARO NA…

1 month ago

કંથળનાથની ગોદડી – ૫ – ભજન સંતવાણી

કંથળનાથની ગોદડી - ૫.... સંતવાણી KATHALNATH NI GODADI-05 BEST SANTVANI રચનાઃદાસનાથ CLICK TO DOWNLOAD MP3…

1 month ago

ઈ રે મારગ મારે જોવા કબીર – ભજન ગીત

ઈ રે મારગ મારે જોવા કબીર- સંતોની સંતવાણી E RE MARAG MARE JOVA KABIRA -…

1 month ago

કોણ હલાવે લીમડી – ભાઇ બેનનાં પ્રેમનું ગીત

કોણ હલાવે લીમડી - ભાઇ બેનનું પ્રેમગીત KON HALAVE LIMDI - BHAI BAHEN NA PREM…

1 month ago