માતાજીની ચરજ – આંગણ તલાવડી ને એની પાળે રે..
માતાજીની ચરજ -ANGAN TALAVADI NE ENI PALE
આંગણ તલાવડીને એની પાળે રે જાબુડો જો,
ઇ રે જાબુંડા બાયું મારા અટકા રે ઉકેલે જો ….ટેક
ઇરે જાંબુડે બાઇયું મારા ધાર્યા કામ ઉકેલે જો,
જગળાની જલણ બેની મારી વારે વેલા આવજો ….
આંગણ તલાવડીને એની પાળે રે જાબુડો જો ….
ઓખા ધરાથી આઇ મોગલમા ને તેડાવો જો,
મોગલમા આવે તો બાયું મારા અટકા ઉકેલે જો,
આંગણ તલાવડીને એની પાળે રે જાબુડો જો…..
ચોટીલા ડુંગરથી આઇ ચામુંડામા ને તેડાવો જો,
ચામુંડમા આવે તો બાયું મારા અટકા ઉકેલે જો,
આંગણ તલાવડીને એની પાળે રે જાબુડો જો…..
તાંતણીયા ધરાથી આઇ ખોડલમા ને તેડાવો જો,
ખોડલલમા આવે તો બાયું મારા અટકા ઉકેલે જો,
આંગણ તલાવડીને એની પાળે રે જાબુડો જો…..
પાવાના ડુંગરથી આઇ મહાકાળીમા ને તેડાવો જો,
મહાકાળીમા આવે તો બાયું મારા અટકા ઉકેલે જો,
આંગણ તલાવડીને એની પાળે રે જાબુડો જો…..
સરધારથી આઇ સિંહમોઇમા ને તેડાવો જો,
સિંહમોઇમા આવે તો બાયું મારા અટકા ઉકેલે જો,
આંગણ તલાવડીને એની પાળે રે જાબુડો જો…..
સંતવાણી ધામ,SANTVANI DHAM
MATAJI NO GARBO -ZINO ZINZAVO RE….