દેવ મંગળારુપ તૂં જ્વાળ માળા
દેવી કંઠળા રુપ તૂં મેઘ કાળા
દેવી અન્નલં રુપ આકાસ ભમ્મે
દેવી માનવાં રુપ મ્રતલોક રમ્મે |
દેવ પન્નગાં રુપ પાતાળ પેસે
દેવી દેવતા રુપ તૂં સ્ત્રગ્ગ દેસે
દેવ પ્રમ્મ રે રુપ પિંડ પિંડ પીણી
દેવી સૂન રે રુપ બ્રહ્માણ્ડ લીણી |
દેવી આતમ રુપ કાયા ચલાવે
દેવી કાયા રે રુપ આતમ ખિલાવે
દેવ રુપ વાસન્ત રે વન્ન રાજે
દેવ આગ રે રુપ તૂં વન્ન દાઝે |
દેવી નીર રે રુપ તૂં આગ ઠારે
દેવી તેજ રે રુપ તૂં નીર હારે
દેવી જ્ઞાન રે રુપ તૂં જગ્ત વ્યાપી
દેવી જગ્ત રે રુપ તૂં ધર્મ થાપી |
દેવી ધર્મ રે રુપ સિવ સક્તિ જાયા
દેવી સિવ સક્તિ રુપે સત્ત માયા
દેવી સત્ત રે રુપ તૂં સેસ માંહી
દેવી સેસ રે રુપ રે સિર ધરા સાહી |
દેવી ધરા રે રુપ ખમ્મયા કહાવે
દેવી ખમ્મયા રુપ તૂં કાળ ખાવે
દેવી કાળ રે રુપ ઉદંડ વાયે
દેવી વાયુ જળ કલપાન્ત થાયે |
દેવી કલ્પ રે રુપ કલ્પાન્ત દીપે
દેવી વિષ્ણુ રે રુપ કલ્પાન્ત જીપે
દેવી નીંદ રે રુપ ચખ વિસન રુઢી
દેવી વિસન રે રુપ તૂં નામ પૂઢી |
દેવી નાભ રે કમળ બ્રળા નિપાયા
દેવી બ્રહ્મ રે રુપ મધુકીટ જાયા
દેવી રુપ મધુકીટ બ્રહ્મ ડરાયે
દેવે બ્રહ્મ રે રુપ વિષ્ણુ જગાયે |
દેવી વિષ્ણુ રે રુપ જંઘા વધારે
દેવી મુકુંદ રે રુપ મધુકીટ મારે
દેવી સાવિત્રી ગાયત્રી પ્રમ્મ બ્રમ્મા
દેવી સાચ તણ મેલિયા જોગ સમ્મા |
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…