અમને છોડી ચાલ્યા બાપા બજરંગદાસ રે,
બાપા તમે નોંધારા મેલીને નવ જાવ રે,
લીધી રે વિદાયું બગદાણા ધામની…
સત્યની સેવાયું તમારી સાંભરે,
તમે દુઃખીયાના હતા દાતાર રે,
વસમી વિદાયું તમારી સાંભરે…
જોને શોશાણા જળ સાયરા,
ઓલ્યા પથ્થર પીગળીને જાય રે,
સ્વર્ગે બજરંગદાસ બાપા સીધાવતા રે…
રોયા પશુ ને રોયા પંખીડા હો બાપા,
તમારા વિના રોઈ ઊઠી આખી વનરાય રે,
વસમી વિદાયું તમારી સાંભરે…
હરિના ભરોસે હરદમ હાલતા,
દિલના હતા તમે દાતાર રે,
વસમી વિદાયું તમારી સાંભરે…
સંતની કૃપા હરદમ રહેતી,
નારુ કહે ઉજાળ્યો અવતાર રે,
લીધી રે વિદાયું બગદાણા ધામની…
આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…