વા વાયા ને વાદળ ઊમટ્યા – કૃષ્ણ ગોપી રાસ
VA VAYA NE VADAL UMATIYA – RAS GARABA GUJARATI
રચનાઃ નરસિંહ મહેતા
વા વાયા ને વાદળ ઊમટ્યા,
ગોકુળમાં ટહુક્યા મોર,
મળવા આવો સુંદિરવર શામળિયા….. ટેક
તમે મળવા તે ન આવો શા માટે,
નહીં આવો તો નંદજીની આણ….. મળવા આવો
તમે ગોકુળમાં ગૌધન ચારંતા,
તમે છો રે સદાના ચોર….. મળવા આવો
તમે કાળી તે કામળી ઓઢંતા,
તમે ભરવાડના ભાણેજ…… મળવા આવો
તમે વ્રજમાં તે વાંસળી વગાડતાં,
તમે ગોપીઓના ચિત્તના ચોર….. મળવા આવો
મહેતા નરસિંહના સ્વામી શામળિયા,
એમને તેડી રમાડ્યા રાસ….. મળવા આવો