BHAJAN

વિરપુર જાવું કે સત્તાધાર જાવું – સંતવાણી ધામ

વિરપુર જાવું કે સત્તાધાર જાવું – ગુજરાતી ભજન

સંતવાણી ભજન -વિરપુર જાવું કે

વિરપુર જાવું કે સત્તાધાર જાવું,

હાલ તને હાલ બધે રામ બતાવું …. ટેક

જલારામ વસે છે વિરપુરમાં,

ગંગા યમુના વહે છે ભરપૂરમાં,

ભર્યા અન્નનાં ભંડાર,

એનો આવે ન પાર,

ઝોળી ઝંડો બતાવું,

અયોધ્યામાં  જાવું કે નાસિક જાવું….હાલ તને … (1)

આપો ગીગો વસે સત્તાધારમાં,

હરે ભક્તોનાં સંકટ પળવારમાં,

એની સેવા કરી,

ભજો ભાવે હરી,

એવા સંત બતાવું,

રામેશ્વર જાવું બાલાજીએ જાવું …. હાલ તને … (2)

દેવી દાસ વસે છે પરબમાં,

જોતાં ભક્તોનાં હૈયા હરખમાં,

અમર હૈયાનું હીર,

સહાયે સાદલ પીર,

અલખ ઝોળી બતાવું,

મથુરામાં જાવું કે ગોકુળમાં જાવું …. હાલ તને …. (3)

જુનાગઢમાં નરસિંહને શ્યામ મળિયા,

કુંવરબાઇના મામેરા પુર્યા,

નાચ્યો ઉભી બજાર,

રાખ્યું ઘરનું ધ્યાન,

એવો ધુની બતાવું,

ડાકોર જાવું કે દ્વારીકામાં જાવું …. હાલ તને ….(4)

વિરપુર જાવું કે સત્તાધાર જાવું,

હાલ તને હાલ બધે રામ બતાવું ….

KANUDO MANGYO DENE JASHODA MAIYA

Virpur javu ke sattadhar javu… – Gujarati bhajan lyrics

Virpur javu ke sattadhar javu,

Hal tane hal badhe ram batavu….tek

Jalaram vase chhe virpur ma,

Ganga yamuna vahe chhe bharpur ma,

bharya ann na bhandar,

Eno ave na par,

Zoli zando batavu,

Ayodhya ma javu ke nasik javu …. hal tane (1)

Apo gigo vase chhe sattadhar ma,

Hare bhakto na sankat palvar ma,

Eni seva kari,

Bhajo bhave hari,

Eva sant batavu,

Rameshvar javu balaji e javu ….. hal tane (2)

Devidas vase chhe parab ma,

Jota bhakto na haiya harakh ma

Amar haiya nu hir,

Sahaye sandal pir,

Alakh zoli batavu,

Mathura ma javu ke gokul ma javu …. hal tane (3)

Junagadh ma narsinh ne shyam maliya,

Kunvarbai na mamera purya,

Nachyo ubhi bajar,

Rakhyu ghar nu na dhyan,

Evo dhuni batavu ,

dakor javu ke dwarika ma javu …. hal tane …(4)

SHYAM TUJE MILANE KA – શ્યામ તુજે મિલને કા સત્સંગ હી બહાના…..

SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

5 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago