વેલેરા પધારો હરી સંતોની વારે -સંતવાણી ભજન
SANTVANI BHAJAN LYRICS -વેલેરા પધારો હરી
આવી જાઓ યુગના તમે એ નિવાજું રે,
વેલેરા પધારો હરી એ સંતોની વારે .. ટેક
રાણી રે રૂપાંદે જે દી પાટે રે પધાર્યા,
જમૈયો રચાયો માઝમ રાતે રે જી,
સોનાની થાળીમાં સતીએ બાગ રે ઠેરાયો,
ફરતો રહ્યો એ મોરારી રે …. વેલેરા પધારો …. (1)
ગઢ રે જુનોને નાગર નરસિંહ કેવાણા,
હુંડી રે સ્વીકારી વાલે હાથે રે,
કુંવરબાઇના હરીએ મામેરા પુર્યા,
દિનબંધુ થયા તા એની જોને દાસી રે …. વેલેરા પધારો … (2)
કુંભાને મોલે જે દી ચારણ આવ્યો,
માંગી તી કુંભાની રાણી રે રે ,
સાંજ રે પડીને સતીએ દિવડા પ્રગટાવ્યા,
મોલે મોલે ઉભા તા હો મોરારી રે …. વેલેરા પધારો …. (3)
કોલવા ભગતની માટે એ કરૂણા રે કિધી,
દેવળ ફેરવી દર્શન એને દિધા રે,
દાસી રે જીવણ સંતો ભીમ કેરે ચરણે,
બાનાની લાજુ તમે રાખો રે …. વેલેરા પધારો …. (4)
SANTVANI DHAM ,GUJARATI BHAJAN LYRICS
BHAJAN SAKHI – ગુજરાતી સાખી-SANTVANI