DUHA-CHHAND

શંકરદાનના દુહાઓ – ભાતીગળ સંસ્કૃતિનાં દુહા

શંકરદાનના દુહાઓ – ગુજરાતી સાહિત્યમાં દુહા


SHANKARDAN NA DUHA – LOK SAHITYA

રચનાઃ કવિશ્રી શંકરદાન ગઢવી


CLICK TO DOWNLOAD MP3


હોય જ્યારે દુઃખ હોય, માગે ત્યારે જ માનવી,

( બાકી ) નોયે કોઈને નોય, (જગમાં) શોખ માગ્યાનો શંકરા.


માંગણ ન જાય માંગવા, દાતા ન ભણે ના ,

પરાઇ આ પીડા (અહીં) સમજે નહીં કોઈ શંકરા.


અંતરના ઉંડાણથી (કો’ક ) ભેદુને જ ભણાય,

( પણ ) ચોરે ના ચર્ચાય (કોય દી) ચિત્તની વાતું શંકરા.


ઉંબરમાં અધશેર (કોય દી ) ઉપર ભાર મુકેલ નહીં,

( પણ ) ધડ પર થાશે ઢેર, (એક દી) છાણા ને કાઠના શંકરા.


ગાદી તકિયા ને ગાદલા, એ પણ હતા કઠતાં,

( એનેય) છાણાની સેજે ( અમે ) સુતા જોયા શંકરા.


દેવું ધન દિનને નિત રટવું હરી નામ,

કરવા જેવા કામ (અહીંયા) સાચાં આ બે શંકરા.


દાનવ માનવ દેવને સુરાં ભગતાં સોત,

માડું કે વે’લું મોત સૌને માથે શંકરા.


મુવા પછી મનુષને દેતા અગ્નિદાહ,

રોતા તાણીને રાગ (એ તો) સ્વાર્થને સૌ શંકરા.


પવન પવનમાં મળે, માટી માટી થાય,

(પણ) મમતા ના મુકાય છેવટ સુધી શંકરા.


ભર્યા હોય ભંડારમાં, અન્ન ધન અપરંપાર,

( એમાંથી) ભાતામાં પઇભાર, ( કોઈની) સાથે ના’વે શંકરા.


ભામન મનહરણી ભવન, સુત ભાઈ સમરાથ,

એ સ્નેહી કોય સંગાથ, ( કોઈનો) છેવટ ન કરે શંકરા.


હાજર હોય હરેક સગાં કુટુંબી ને સેવકો,

(પણ) અંતે એકાએક છે જાવાનું શંકરા.


લોભેથી લાખો તણી માયા મેળવીએ,

(પણ) અંત વેળાએ એ (કોઈની) સાથે ના’વે શંકરા.


માતંગ બગીયું ને મોટરું ભલે કરોડ હોય કેકાંણ,

( પણ ) છેવટનું પરીયાણ (તારે) પગપાળા જાવું શંકરા.


અમ ગરીબ પર દયા કરીને – સંતવાણી ભજન


લોકસાહિત્ય અને દુહાઓ


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago