શિબી રાજા મહા સત્યવાદી,રહેતા અયોધ્યા માંય,
દેવસભામાં વાતું ચાલે, શિબી સમો નહીં કોય,
ઇન્દ્ર કહે એનું પારખું લેવું,હારે નહીં તો માગે તે દેવું….. (1)
અગ્નિ દેવને હોલો બનાવ્યો,ઇન્દ્ર પોતે બન્યાં છે બાજ,
આકાશ માર્ગે ઉડીને આવ્યા,શિબી રાજાની પાસ,
હોલો કહે રાજા ઉગારો, સામે આવે છે કાળ મારો ….. (2)
ત્રણ ત્રણ દિવસથી ભાગતો ફરું છું,ભટક્યો બધુંય રણ,
ઉગરવાની આશા સાથે,આવ્યો તમારે શરણ,
સત્યવાદી શરણે રાખો, નહીંતર મુખથી ના જ ભાખો….. (3)
શિબી રાજા હોલાને કહે છે,તમે સંતોષ રાખો વીર,
મોઢે માંગશે તે બાજને આપીશ,ધારણા રાખો ધીર,
હોલાને ખોળામાં લીધો, બાજને અટકાવી દિધો ….. (4)
શિબી રાજા બાજને કહે છે,શું છે તમારે આવું વેર,
હોલાને શરણે રાખ્યો,મનમાં લાવો મહેર,
તમારા દુઃખડા કાપું, મોઢે માંગો તે અનાજ આપું …… (5)
અન્ન તો મારે જોતું નથી, એમ કહે છે બાજ,
હોલાને તમે છોડી દયો,નહીંતર પ્રાણનો કરશું ત્યાગ,
આંગણે મરશું તમારે, રાજન હત્યા લાગશે ત્યારે…..(6)
હોલો શિબી રાજાને કહે છે, સાંભળી લ્યો મારી વાત,
બાજ બધા છે કાળ મારા,કરશે મારો ધાત,
એનું કલંક તમને ચડશે,એ નરકેભોગવવા પડશે….. (7)
શિબી રાજા કહે છોડું નહીં,ભલે થનાર હોય તે થાય,
તન મન અને ધન આપી દઉં,રાજ ભલે ને જાય,
હારું કેમ સત્યને માટે,રાખુ મારા શીરને સાટે …. (8)
બાજ શિભી રાજાને કહે છે, એક બતાવું ઉપાય,
હોલા ભારો ભાર માંસ તમારૂં,તોળીને આપો રાય,
ત્યાં કાંટો ને ત્રાજવાં લાવ્યાં,દેવતાઓ જોવાને આવ્યાં ….. (9)
હોલાને એક છાબમાં મુક્યો,હાથમાં લીધી તલવાર,
પગની પીંડી કારી કરી,મુકી છાબ મોઝાર,
જેમ જેમ રાજા માંસ નાખે, હોલો છાબ હેઠી રાખે ….. (10)
શિબી રાજા માંથું કાપવા લાગ્યાં,વર્તાણો હાહાકાર,
ઇન્દ્રે આવી એના હાથ પકડ્યાં,વર્તાણો જય જય કાર,
ધન્ય ધન્ય સત્યવાદી,જે જોઇએ તે લ્યો માંગી ….. (11)
શિભી રાજા ઇન્દ્રને કહે છે, સાંભળી લ્યો મારી વાત,
આવા દુઃખ હવે પછી દેશો તો,કોણ ભજશે મહગારાજ,
આગળ આવે કળિયુગ ભારી,માનવી જાશે સત્યને હારી ….. (12)
ઇન્દ્ર રાજા કહે તથાસ્તુ, શિબી રાયે જોડ્યા હાથ,
ગુરૂના વચને પ્રભુના ચરણે,ધારસી ગુણને ગાય,
પ્રભુ જેની વારે આવ્યાં,દેવતાઓ એ મોતિડે વધાવ્યા ….. (13)
SANTVANI DHAM ,BHAJAN SANTVANI SONG
વારી જતાં દિલને વારી શક્યો નહી – GAZAL
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…