(1)
સંત સમાગમ જે જન કરે તેને પ્રગટે પ્રેમ,
જે ધાતુને પારસ સ્પર્શે તે તો હોય હેમ .
(2)
કથીર કાંસુ હેમ ન હોય કોટી પારસ સ્પર્શે,
શૂન્ય છીપ તે ઉપર નાવે સો મણ સ્વાતિ વરસે.
(3)
અચેતનને ઉપદેશ ન લાગે શિવ બ્રહ્મા સમજાવે,
જેના અવળા અંતઃકરણો તેને સમજણ નાવે.
(4)
કબુદ્ધિ કળપ જેને રૂદે તેને ન લાગે રંગ,
અળદ ઉજળા કેમેય ના થાય જઇ ઝબોળે ગંગ.
(5)
કુશકા કૂટેથી શું થાય કણ ન જડે તેમાંથી,
મંદ અભાગી મૂરખ નરને સમજણ આવે ક્યાંથી.
(6)
પાપીને પ્રબોધ ન કરીએ મૌન ગ્રહીને રહી,
કહે પ્રીતમ તુલસીદળ તોડી પ્રેત ન પુજવા જઇએ.
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…