સંસારમાં સુખ પામવા, કંગાલનું દુઃખ કાપવું,
યાચક અતિથિ ને યથા સ્થિતિ, દાન અન્નનું આપવું,
પરણી પ્રિયા પર પ્રેમ રાખી, ઉચ્ચ કરણી આચરી,
આ ભવદધી તરવા ભાવથી હરદમ સમરવા હરહરી…
ઉત્તમ વિચારોથી નિરંતર શુદ્ધ અંતર રાખવું,
બદકર્મથી ડરવું બહુ, સત્કર્મના સેવક થવું,
રાખી સુરીતિ, નેક નીતિ, સત્ય બાબતની સમજ,
ભજવા અમર અજાર એવા વૃષભ દ્વજ કાં ગરુડ દ્વજ…
નિજ સુખ સ્વાર્થ સાધવા, દુઃખ દીનને દેવું નહીં,
લાખો મળે પણ લોભવશ થઈ, અન્યાયથી લેવુ નહીં,
કાળે કરી ધન, ત્રિયા અને કાયા, આ ત્યાગવું પડશે તદન,
તો સમરવા સુખ સદન, તે મરદન મદન કાં મધુસુદન…
એવો વખત આવે કદી, અન્ન હોય એક જ ટંકનું,
તે’ દી આપે કરે ઉપવાસ પણ રાજી કરે મન રંકનું,
એવી અજાયબ મજા લેવા, વીર દ્રઢ રાખો વૃતિ,
ક્ષણ ક્ષણ પ્રતિ સંભારવા ગીરિજા પતિ કાં શ્રી પતિ…
નરનાથ ને ઘરનાથને જરનાથ સર્વે જાણજો,
સદવખતમાં સદ્કર્મ કરજો ને અહંકાર ન આણજો,
કીર્તિ વરો, પર હિત કરો, આ મૃત્યુલોકમાં લેવા મજો,
‘શંકર’ કવિ નીતિ સજો, દુર્મત તજો ઈશ્વર ભજો…
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…