રાત અંધારી સતીને વાયક આવ્યા હો જી,
એ જી મારે જાવું ગુરુના દરબાર હા હા જી ….. (1)
રાત અંધારી ઝરમર મેહુલા વરસે હો જી,
એ જી મારે જાવું ગુરુનાં દરબાર હા હા જી …. (2)
રાત અંધારી ઝરમર મેહુલા વરસે હો જી,
એ જી મારે પારણિયામાં રોવે નાના બાળ હા હા જી …. (3)
ડાબું જોંઉ તો વાલા ડુંગરા ડોલે હો જી,
એ જી મું તો જમણું જોઉ તો નદીઓ પાર હો હો જી …. (4)
હેઠી બેહુ તો મારા ગુરૂજી લાજે હો જી,
એ જી મું તો પાસી વળું તો વાયક જોય હો હો જી …. (5)
ભાઇ રે તારુડા વીરા તુજને વિનવું હો જી,
એ જી તમે અમને ઉતારો પેલા પાર હો હો જી …. (6)
આજની રે રાત સતી અહીં જ રો ને જી,
એ જી તમને સવારે ઉતારું પેલા પાર હો હો જી …. (7)
ભાઇ રે તારુડા વીરા વાંઝિયો જ રેવે જી,
એ જી તારી જીભલડીમાં કરડે કાળો નાગ હો હો જી ….. (8)
પેલું તે પગલું સતીએ જમનામાં મેલ્યું જી,
એ જી અમને જમનાએ દિધા માન હા હા જી …. (9)
પાસું વળીને સતી રુપાબા એ જોયું જી,
એ જી પેલા તારું તરતો જાય હા હા જી ….. (10)
સોનાનો ટાંકો સતીએ પાટ પર મેલ્યો જી,
એ જી અમને જ્યોતું વધાવી સાચા મોતીડે હા હા જી …. (11)
ઉગમશીની ચેલી સતી રુપાબા બોલ્યા જી,
એ જી અમને સંત ચરણમાં વાસ હો હો જી …. (12)
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…