BHAJAN

સમજણ જીવન માંથી જાય – પ્રાચીન ભજન

સમજણ જીવન માંથી જાય-દેશી સંતવાણી ભજન


SAMAJAN JIVAN MATHI JAY – SANTVANI IN GUJARATI

રચનાઃ અનામી


CLICK TO DOWNLOAD MP3


સમજણ જીવનમાંથી જાય, તો તો જોયા જેવી થાય,

સમજણ જીવનમાંથી જાય જી….. ટેક


પિતાજીના વચન ખાતર રામજી વનમાં જાય જી,

આજનો રામલો વૃદ્ધાશ્રમમાં બાપને મેલવા જાય…. સમજણ જીવનમાંથી


ચેલો હતો ઓલો આરુણી એની યાદે ઉર ઉભરાય જી,

આજનો ચેલકો માસ્તર સાહેબને શિવાજી બીડીયું પાય…… સમજણ જીવનમાંથી


ચૌદ વરસનું રાજ મળ્યું, છતાં ભરત ના ફુલાય જી,

પાંચ વરસનો પ્રધાન આજે, જાલ્યો ના કોઈ થી જલાય….. સમજણ જીવનમાંથી


મંદિરીયામાં બેઠા પ્રભુજી, મનમાં બહુ મુંઝાય જી,

ભાવ વિનાના ભક્તો આવી દસિયુ ફેંકતા જાય….. સમજણ જીવનમાંથી


ધર્મ તેરી કિંમત જુઓ આજે, નાણાં થી અંકાય જી,

મોટી મોટી કરે કથાયુ એમાં ફાળો ફરતો થાય….. સમજણ જીવનમાંથી


સંતવાણી ની કિંમત જુઓ આજે નાણાં થી અંકાય જી,

ભજનમાંથી ભાવ વ્યો ગ્યો, એ પૈસા માટે ગવાય…. સમજણ જીવનમાંથી


લોચીનયુ સુનુ રે કાજળ વિના – ભજન સંતવાણી


GUJARATI BHAJAN LYRICS


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago