SAKHI

સિંકદરનું ફરમાન – ગુજરાતી સાખીઓ

સિંકદરનું ફરમાન – સંતવાણી સાખીઓ


SIKANDAR NU FARMAN – SAKHI LYRICS IN GUJARATI


CLICK TO DOWNLOAD MP3


મારા મરણ વખતે બધી, મિલકત અહીં પધરાવજો,
મારી નનામી એ જ વખતે, કબ્રસ્તાનમાં લાવજો.


જે બાહુબળથી મેળવ્યું તે, ભોગવી પણ ના શક્યો,
અબજોની દોલત આપતાં, પણ આ સિકંદર ના બચ્યો.


મારું મરણ થાતા બધા, હથિયાર લશ્કર લાવજો,
પાછળ રહે મૃતદેહ, આગળ સર્વેને દોડાવજો.


આખા જગતને જીતનારું, સૈન્ય પણ રડતું રહ્યું,
વિકરાળ દળ ભૂપાળને, નહીં કાળથી છોડી શક્યું.


મારા બધા વૈદો હકીમોને, અહીં બોલાવજો,
મારો જનાજો એ જ વૈદોને, ખંભે ઉપડાવજો.


કહો દર્દીઓના દર્દને, દફનાવનારું કોણ છે,
દોરી તૂટી આયુષ્યની, તો સાંધનારું કોણ છે.


બાંધી મુઠ્ઠી રાખીને જીવો, જગતમાં આવતાને,
ખાલી હાથે આ જગતથી, સૌ જીવો ચાલ્યા જતા.


યોવન ફના જીવન ફના, જરને જગત પણ છે ફના,
પરલોકમાં પરિણામ ફળશે, પુણ્યનો ને પાપનો.


ગુજરાતી સાખીઓ – કબીરની સાખીઓ


BEST GUJARATI SAKHI


SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago