સોનલા બાજોઠીયાને રૂપલા જારી લીધી હાથ,
ગોપીચંદ રાજા નાહવા બેઠાને મહેલમાં રુવે એની માત,
ભાઈ ભલો ભલો રાજા ગોપીચંદ,
બાલુડા ને ભિક્ષા દિયો ને મોરી માત, એવા નુરીજન અમે પંથીયા… ટેક
નહિ વાદળને નહીં વીજળીને નહીં મેઘના મંડાણ હાં…..હાં ……
ઓચિંતાના નીર ક્યાંથી આવ્યા કેમ રોવે મોરી માત,
ભાઈ ભલો ભલો રાજા ગોપીચંદ……
આવી કાયા રે તારા બાપની હતી કંચનવરણી કાંય હાં…. હાં….
એ કાયા એક દી પડી ગઈ, જેની સ્મશાને ઉડે ચેહ…..
ભાઈ ભલો ભલો રાજા ગોપીચંદ…….
કહો તો માતાજી હું દ્વારકા જઈ આવું, કાં જઇ આવું હિંગળાજ હાં….. હાં….
કહો તો માતાજી હું ભેખ પહેરી લઉં, મને કેમ મળે મહારાજ……
ભાઈ ભલો ભલો રાજા ગોપીચંદ……
આપણી ઘોરાડમાં જુનો જોગી, નવનાથ માહેલો નાથ હાં….. હાં….
જઈને ગુરુજીને ચરણે પડો, તો શીશ પર ધરશે હાથ…….
ભાઈ ભલો ભલો રાજા ગોપીચંદ……
અમારી ઉંમર માતાજી હતી છોટેરી, ત્યારે કર્યા અવળા કામ હાં…. હાં….
જોગી જલંધરને કૂવામાં નાખ્યા, એને કેમ કરું પ્રણામ……
ભાઈ ભલો ભલો રાજા ગોપીચંદ…..
પૂતળા બનાવું પ્રેમથી, ધરાવું ગોપીચંદ નામ…. હા…. હા
જઈને ગુરુને ચરણે પડો, સરસે કાજ તમામ…..
ભાઈ ભલો ભલો રાજા ગોપીચંદ……
કોણ દેશનો તું રાજીયો ને, કયું છે તારું ગામ… હાં…. હાં…
કયા રાજાનો બેટડો ને, શું છે તારું નામ…..
ભાઈ ભલો ભલો રાજા ગોપીચંદ…..
ગોળ બંગાળનો હું રાજીયો ને, ઢાંકા બંગાળ મારું ગામ હાં… હાં….,
તલકચંદ રાજાનો બેટડો અને ગોપીચંદ મારું નામ…
ભાઈ ભલો ભલો રાજા ગોપીચંદ..
કેડે કંદોરો જેને હેમનો ને, ખંભે ગેંડાની ઢાલ… હાં… હાં…..
અંગે વાઘા જેને શોભતાને, તેને કેમ દેવાય જોગ……
ભાઈ ભલો ભલો રાજા ગોપીચંદ……
હાટે રૂવે હાટ વાણીયા રે ચોરે રુએ ભાટ… હાં… હાં…..
રાણી રુવે રંગ મહેલમાં ને, દાસી રૂવે દરબાર……
ભાઈ ભલો ભલો રાજા ગોપીચંદ…..
કાનમાં કુંડળ ઝળહળે ને, ભૈરવ જોળી લીધી હાથ… હાં… હાં……
ઈ એંધાણે ઓળખ્યાને મળ્યા જલંધર નાથ….
ભાઈ ભલો ભલો રાજા ગોપીચંદ…..
કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…
આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…
કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…
આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…
અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…