સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી,
બાલુડો જોગી નાવા બેઠો રે ભરથરી …..
હાથ પગ ચોળે એના ઘરની અસતરી,
માતાજી નિહાળે વાંહાના મોર રે ભરથરી….
મોરને નિહાળતા એનું હૈયું ભરાણું,
નેણલે છે આંસુડાની ધાર રે ભરથરી …..
નહીં રે વાદલડીને નહીં રે વિજલડી,
ઓચિંતાના નિર ક્યાથી આવ્યા રે ભરથરી….
ઊંચું રે જુએ તો માતાજી રહ રહ રૂએ જો,
નેણલે છે આંસુડાની ધાર રે ભરથરી…..
કહો રે માતાજી તમને કોણે રે દુભાવ્યા,
કોણે રે આપી છે તમને ગાળ રે ભરથરી……
નથી રે બેટા અમને કોઇએ દુભાવ્યા જો,
નથી રે કોઇએ આપી અમને ગાળ રે ભરથરી…..
આવી રે કાયા રે બેટા તારા બાપની હતી જો,
ઇ રે કાયાના મરતુક આયા રે ભરથરી….
કહો તો માતાજી અમે હિંગળાજ જાઇએ જો,
હિંગળાજના ઠુમરા લઇ આવું રે ભરથરી…..
કહો તો માતાજી અમે કાશીએ જાઇએ જો,
કાશીનું કાવડું લઇ આવું રે ભરથરી…..
કહો તો માતાજી અમે દ્વારીકા જાઇએ જો,
કહો તો લઇએ ભગવો ભેખ રે ભરથરી…..
બાર બાર વરસ બેટા તમે રાજપાટ ભોગવો,
પછી રે લેજો ભગવો ભેખ રે ભરથરી…..
બાર બાર વરસ માતાજી કોણે રે જોયા જો,
અમે આજે જ લેશું ભગવો ભેખ રે ભરથરી…..
દેશ રે જાજો રે દિકરા પરદેશ જાજો જો,
એક રે ન જાજો બેની બાના દેશ રે ભરથરી…..
દેશ રે જોયા માતાજી પરદેશ જોયા જો,
એક રે ન જોયો બેની બાના દેશ રે ભરથરી…..
આંબલિયાની ડાળે અને સરોવરની પાળે જો,
આજ ઉતરી છે જોગીડાની જમાતું રે ભરથરી ……
નણદલની દિકરી એનું સોનલબાઇ નામ જો,
સરખી સાહેલી પાણીડાની હારૂ રે ભરથરી……
સાટું રે બોલો તો સોનબાઇ સોનલે મઢાવું જો,
જુઠું રે બોલો તો જીભડી વાઢું રે ભરથરી….
હાલોને દેરાણી તમે હાલોને જેઠાણી જો,
જોગીની જમાતું જોવાને જઇએ રે ભરથરી …..
થાળ રે ભર્યો સગ મોતીડે લીધો જો,
વીરને વધાવાને બેની હાલ્યા રે ભરથરી ……
વીરને જોઇને બેનીબા રહ રહ રોવે જો,
મારો રે વીરો જોગી હુઆ રે ભરથરી …..
કહો તો વીરાજી તમને પાલખી મંગાવી દઉં,
કહો તો અપાવું પાછા તમને રાજ રે ભરથરી……
રાજ રે ન જોઇએ બેની મારે પાલખી ન જોઇએ,
મારે કરમે લખ્યો રે ભગવો ભેખ રે ભરથરી…..
અંહિથી MP3 FILE ડાઉનલૉડ કરો….
SANTVANI DHAM ,BHAJAN SANTVANI
SHAMBHU SHARANE PADI – SHIV STUTI
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…