BHAJAN

હરિહરાનંદજી હેતે કહે છે – સંતવાણીની સંગતે

હરિહરાનંદજી હેતે કહે છે – સંતવાણી ભજન ગીત


HARIHARANANDAJI HETE KAHE CHHE – GUJARATI BHAJAN LYRICS

રચનાઃ સંત નિત્યાનંદજી


CLICK TO DOWNLOAD MP3


હરિહરાનંદજી હેતે  કહે છે,

ઝટ એ રસ્તે જાવું,

આ અનુભવી સંતની વાતું….ટેક


ગૃહસ્થી હોતો ગોવિંદ ગા નિત્ય,

ભલું ભજનનું ભાતું,

સુખ દુઃખએ તો દેવ આધીન છે,

કર્મે કર્મે કપાતું …. આ છે અનુભવી…..


નવધા ભક્તિ તું નિશદિન કરી લે,

હૈયામાં હરખાતું,

ગુરુ હરિને હરિ ગુરુનાં,

દ્રઢ ભાવ ધર્યાથી ભરાતું…. આ છે અનુભવી


પ્રેમ લક્ષણાને તું પ્રાપ્ત કરી લે,

હૈયામાં હરખાતું,

અંતર ભાંગી ઉભરા આવે,

સત્ય રૂપ સમજાતું……આ છે અનુભવી


પરા ભક્તિ શક્તિ સ્વામિની,

વેદ તણી આ વાતું,

નિત્યાનંદજી હરિહર ઉર છે,

કર દર્શન પાન દયા તું…..આ છે અનુભવી….


ગુજરાતી સાખીઓ – કબીરની સાખીઓ


દેશી સંતવાણી ભજન,ગુજરાતી ભજન બુક


SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

5 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago