હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ,
શેઠ કાસમ તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ…
ભુજ અંજારની જાનું રે જૂતી જાય છે મુંબઈ શહેર,
દેશ-પરદેશથી માનવી આવ્યા જાય છે મુંબઈ શહેર…..
દસ બજે તો ટિકિટ લીધી જાય છે મુંબઈ શહેર,
તેર તેર જાનું સામટી જૂતી બેઠા કેસરિયા વર…..
ચૌદ વિશુ માય શેઠિયા બેઠા છોકરાઓનું નહીં પાર,
અગિયાર વાગે આગબોટ હાંકી જાય છે મુંબઈ શેર…..
બાર વાગ્યે તો બરોબર ચડિયાં જાય છે મુંબઈ શહેર,
ઓતર દખણના વાયરા વાયા, વાયરે ડોલીયા વાણ….
.મોટા સાહેબની આગબોટું મળિયું, વિજને પાછી વાળ્ય,
જહાજ તું તારું પાછું વાળ્ય રે માલમ, આભે ધડાકા થાય…..
પાછી વાળું મારી ભોમકા લાજે ,અલ્લા માથે એમાન,
આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા, વીજ ને પાછી વાળ્ય…
મધદરિયામાં મામલા મચે, વીજળી વેરણ થાય,
ચાહમાં માંડીને માલમી જોવે, પાણીનો નાવે પાર……
કાચની કુપે કાગદ લખે, મોકલે મુંબઈ શહેર,
હિન્દુ મુસલમીન માનતા માને પાંચમે ભાગે રાજ…..
પાંચ લેતાં તું પાંચસે લેજે, સારું જમાડું શેર
ફટ ભૂંડી તું વીજળી મારાં, તેરસો માણસ જાય…
વીજળી કે મારો વાંક નૈ,વીરા લખિયલ છઠ્ઠી ના લેખ,
તેરસો માણસ સામટાં બૂડ્યાં,ને બુડિયા કેસરિયા વર……
ચૂડી એ કોઠે દીવા જલે ને, જુએ જાનું કેરી વાટ,
મુંબઈ શહેરમાં માંડવા નાખેલ, ખોબલે વેચાય ખાંડ……
ઢોલ ત્રંબાળુ ધ્રુસકે વાગે, જુએ જાનુની વાટ,
સોળસેં કન્યા ડુંગરે ચડી, જુએ જાનુની વાટ…..
દેશ દેશથી કંઈ તાર વછૂટ્યા, વીજળી બુડી જાય,
વાણિયો વાંચે ને ભાટિયા વાંચે, ઘર ઘર રોણા થાય…..
પીઠી ભરી તો લાડડી રુએ, માંડવે ઉડી આગ,
સગું રુએ એનું સાગવી રુએ, બેની રુએ બાર માસ…..
મોટા સાહેબે આગબોટુ હાંકી, પાણીનો નાવે પાર,
મોટા સાહેબે તાગજ લીધા, પાણીનો નાવે પાર…..
સાબ મધ્યમ બે દરિયો ડોળે, પાણીનો નાવે તાગ,
હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ……
કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…
આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…
કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…
આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…
અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…