કીડી બિચારી કીડલી રે,
કિડીના લગનીયા લેવાય,
પંખી પારેવડાને નોતર્યા,
એ કિડીને આપ્યા સનમાન,
હાલોને કિડીબાઇની જાનમાં ….. (1)
મોરલે બાંધ્યો રૂડો માંડવો રે,
ખજુરો પીરસે ખારેક,
ઘુવડે ગાયા રૂડા ગીતડાં,
એ પોપટ પીરસે પકવાન,
હાલોને કિડીબાઇની જાનમાં …. (2)
મકોડાને મોકલ્યો માળવે રે,
લેવા માલવીયો ગોળ,
મકોડો કેડેથી પાતળો,
એ ગોળ ઉપડો ન જાય,
હાલોને કિડીબાઇની જાનમાં …. (3)
મીની બાઇને મોકલ્યા ગામમાં,
એવા નોતરવા ગામ,
સામા મળ્યા બે કુતરા,
એ બિલાડીના કરડ્યા બે કાન,
હાલોને કિડીબાઇની જાનમાં …. (4)
ઉંદર મામા હાલ્યા રીસામણે રે,
બેઠા દરીયાને બેટ,
દેડકો બેઠો ડગમગે,
એ મને કપડા પહેરાવ,
હાલોને કિડીબાઇની જાનમાં …. (5)
ઘોડલે બાંધ્યા પગે ઘુઘરા રે,
કાંકીડે બાંધી છે કટાર,
ઊંટે રે બાંધ્યા ગળે ઢોલકા,
એ ગધેડો ફુકે શરણાઇ,
હાલોને કિડીબાઇની જાનમાં ….. (6)
વાંહડે ચડ્યો એક વાંદરો,
જુએ જાનુંની વાટ,
આજ તો જાનને લુંટવી,
લેવા સરવેનાં પ્રાણ,
હાલોને કિડીબાઇની જાનમા્ં …… (7)
કઇ કિડીને કોની જાન રે,
સંતો કરજો વિચાર,
ભોજા ભગત ની વિનંતચી,
સમજો ચતુર સુજાણ,
હાલોને કિડીબાઇની જાનમાં ….. (8)
સોરઠ ધરામાં બિરાજે મા તું મઢડે સોનલ માત
KIDI BICHARI KIDALI RE,
KIDI NA LAGNIYA LEVAY,
PANKHI PAREVADA NE NOTARYA,
E KIDI NE APYA SANMAN …..
HALO NE KIDIBAI NI JAN MA …. (1)
MORLE BANDHYO RUDO MANDAVO RE,
KHAJUO PIRASE KHAREK,
GHUVADE GAYA RUDA GITADA,
E POPAT PIRASE PAKAVAN …
HALO NE KIDIBAI NI JN MA …. (2)
MAKODA NE MOKLYO MALAVE RE,
LEVA MALVIYO GOL,
MAKODO KEDE THI PATALO,
E GOL UPADO NA JAY……
HALO NE KIDIBAI NI JAN MA ….. (3)
MINI BAI NE MOKLYA GAM MA,
EVA NOTRAVA GAM,
SAMA MALYA BE KUTARA,
E BILADI NA KARADYA BE KAN …..
HALO NE KIDIBAI NI JAN MA …… (4)
UNDAR MAMA HALYA RISAMANE RE,
BETHA DARIYA NE BET,
DEDAKO BETHO DAGMAGE,
E MANE KAPADA PAHERAV …..
HALO NE KIDI BAI NI JAN MA ….. (5)
GHODALE BANDHA PAGE GHUGHARA RE,
KANKIDE BAANDHI CHHE KATAR,
UNTE BANDHA GALE DHOLAKA,
E GADHEDO FUNKE SHARANAI …..
E HALO NE KIDIBAI NI JAN MA …… (6)
VANHADE CHADYO EK VANDARO,
JUYE JANU NI VAT,
AAJ TO JAN NE LUNTAVI ,
LEVA SARAVE NA PRAN …..
E HALO NE KIDIBAI NI JAN MA ….. (7)
KAI KIDI NE KONI JAN RE,
SANTO KARAJO VICHAR,
BHOJA BHAGAT NI VINATI,
SAMAJO CHATUR SUNJAN ….. (8)
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…