BHAJAN

હા રે વ્હાલા દ્વારીકાના વાસી – પ્રભાતીયું ભજન

હા રે વ્હાલા દ્વારીકાના વાસી- ભજન સંતવાણી


HA RE VHALA DWARIKA NA VASI – PRABHATIYU – SANTVANI BHAJAN

રચનાઃ ભક્ત કવિ નરસિંહ મહેતા


CLICK TO DOWNLOAD MP3


હા રે વ્હાલા દ્વારિકાના વાસી વહેલા આવજો,

તમો રાણી રૂક્ષ્મણી કેરા કંથ,

દુષ્ટ દુર્યોધન રે પાપી લાગ્યો પીડવા,

ચૌદિશ નિહાળુ તારો પંથ……..


સોડ વાળીને રે શું સૂતો શામળા,

આળશ તજીને ઉઠો આજ,

લક્ષ્મીજી તલાશે રે પ્રભુ તારા પાવમા,

વાલા તમો મહેર કરો મહારાજ…..


ગ્રાહ મુખમાંથી રે ગજને મુકાવ્યો,

કીધી એમ સુધન્વાની સહાય,

નૃસિંહ રૂપે રે હિરણાકંસ માર્યો,

વહાલે ઉગાર્યો ભક્ત પ્રહલાદ…..


છપ્પન કોટી રે યાદવો તારા રે,

સંગે બલભદ્ર સરખા ભ્રાત,

કાળી નાગ નાથિયો ને જરાસંધ જીત્યો,

તે બળ ક્યાં ગયું મહારાજ…..


ધ્રુવને પ્રહલાદે રે ગર્ભમાં તપ કીધા,

તેને વાલે આપ્યા અવિચલ રાજ,

સાત વર્ષમાં રે હરિએ ગોવર્ધન કર ધર્યો,

પુર્યા વ્રજ વનિતાના લાડ…….


વસમી વેળાએ વારે ચઢજો વિઠ્ઠલા,

થાજો તમે છત્રપતિ મહારાજ,

અસવારી કરજો રે વાલા મારા ગરૂડની,

નરસૈયા વિનવે વારંવાર…….


SURAJ UGYO RE KEVADIYA – LAGNA GEET LYRICS


BEST BHAJAN LYRICS IN GUJARATI


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago