હૈડા હાલોને અંજાર ,મુંજા મુંજા બેલિડા,
હૈડ઼ા હાલોને અંજાર,
એવી જાત્રા કરવા રે જેસલ પીરની રે,
બેડલો નાંગરીયો રે બેડલો નાંગરીયો …. ટેક
ભાતા લેજો ને સંગાથ, મુંજા મુંજા બેલિડા,
ભાતા લેજોને સંગાંથ,
એવા સ્વર્ગે નથી રે હાટ વાણિયા રે,
બેડલો નાંગરીયો રે બેડલો નાંગરીયો …. (1)
પાણિડાં લેજો ને સંગાથ, મુંજા મુંજા બેલિડા,
પાણિડાં લેજોને સંગાંથ,
એવા સ્વર્ગે નથી રે કુવા પાવઠા રે,
બેડલો નાંગરીયો રે બેડલો નાંગરીયો …. (2)
ભોમિયો લેજો રે સંગાથ, મુંજા મુંજા બેલિડા,
ભોમિયો લેજો ને સંગાંથ,
એવા ભોમિયા હશે તો રાહ બતાવશે રે,
બેડલો નાંગરીયો રે બેડલો નાંગરીયો …. (3)
ત્રાટાં નહીં ઝીલે ભાર, મુંજા મુંજા બેલિડા,
ત્રાટાં નહીં ઝીલે ભાર,
એવી ભીતું રે હશે તો ભાર ઝીલશે રે,
બેડલો નાંગરીયો રે બેડલો નાંગરીયો …. (4)
સંઘર્યું નહી આવે સાથ,મુંજા મુંજા બેલિડા,
સંઘર્યું નહી આવે સાથ,
એવું ખાવસ રે પીવોને વિગતે વાપરો રે,
બેડલો નાંગરીયો રે બેડલો નાંગરીયો …. (5)
બોલ્યા તોરલ દે નાર, મુંજા મુજા બેલિડા,
બોલ્યા તોરલ દે નાર,
એવો સતીએ ગાયો રે હરીનો ઝુલણો રે,
બેડલો નાંગરીયો રે બેડલો નાંગરીયો …. (6)
કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…
આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…
કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…
આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…
અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…