GUJARATI BHAJAN LYRICS
BHAJAN:208-DHYAN DHAR DHYAN DHAR
સંતવાણી ભજન-ગીતો ભજનનાં
ધ્યાન ધર ધ્યાન ધર….DHYAN DHAR
-કલિક કરો- KARELA KARAM NA BADALA
ધ્યાન ધર ધ્યાન ધર નેત્રમાં નાથ છે,
અંતર ભાળીને એક સુરતિ,
દેહીમાં દરસશે પ્રેમથી પરસશે,
અજબ અનુપમ અધર મુરતિ….ટેક
મન પરસન થશે કર્યા કર્મ નાસશે,
ભાસસે ભુમિ વ્રજ વન વેલી,
કુંજ લલિત માંહી કૃષ્ણ ક્રિડા કરે,
નિરખતી નૌતમ સંગ સહેલી….ધ્યાન ધર …(1)
મોરલીના નાદમાં શ્રવણનાં સાદમાં,
ઝાંઝરી ઝાલરી ઝમક વાજે,
તાલ મૃદંગને ચંગ ઉપમા ઘણી,
ભેરી શરણાઇમાં બ્રહ્મ ગાજે….ધ્યાન ધર…(2)
સુરત સંગ્રામ વિશે નાથ બહુ વિલશે,
દરસશે દેહીથી ભજન કરતાં,
નરસૈંયાનો સ્વામિ સર્વ સુખ આપશે,
કાપશે દુક્રિત ધ્યાન ધરતાં…ધ્યાન ધર….(3)
ધ્યાન ધર ધ્યાન ધર નેત્રમાં નાથ છે,
અંતર ભાળીને એક સુરતિ,
દેહીમાં દરસશે પ્રેમથી પરસશે,
અજબ અનુપમ અધર મુરતિ….
SANTVANI LYRICS,સંતવાણી ધામ ભજનો,સંતવાણીનો પ્રવાહ