SANTVANI DHAM -SAKHI
GUJARATI SAKHI LYRICS
SAKHI:32
સંતોની સાખીઓ
સાખીઓ સંતવાણીની
ભજનમાં ગવાતી સાખીઓ
કામ બગાડી ઘર તણાં,આંટા દીએ અપાર,
કરજ લઇ કિરતી કરે,એ પણ એક ગમાર….(1)
ગાય ભેંસને ભાવથી,આપે નહીં આહાર,
દૂધ પીવા દોટું દીએ,એ પણ એક ગમાર…..(2)
મનુષ્ય દેહ મળ્યા પછી,ભજે નહીં કિરતાર,
અફીણની પ્રિતી કરે,એ પણ એક ગમાર….(3)
માને મનમાં માનવી,દારૂને દિલદાર,
પ્યાલી પી પરવશ બને, એ પણ એક ગમાર….(4)
ખુશામતીને લાલચું,જેને પૈસાથી જ પ્યાર,
કવિજન કુડો હોય તો,એ પણ એક ગમાર….(5)
દર્દીની દરકાર નહીં,પૈસા લેવામાં પ્યાર,
વૈદ જો હોય લોભિયો,એ પણ એક ગમાર….(6)
આવે તેને આકરો,પોલિસ મારે માર,
સત્ય વાત શોધે નહીં,એ પણ એક ગમાર….(7)
ન્યાયાસન બેઠા પછી,ન્યાય તણાં કરનાર,
કરે પક્ષ જો કોઇનું,એ પણ એક ગમાર….(8)
વહિવટ કરતાં વિશ્વમાં,થાય જો બેદરકાર,
કાગડીયા લાંબા કરે,એ પણ એક ગમાર….(9)