શાંતીથી ભજન કરે તે સંત – સંતવાણી ધામ
શાંતિથી ભજન કરે તે સંત,
તાણે ન કોઇ તંત ….. ટેક
સત્ય ઉપાસક તન મન સુદ્ધ,
આત્મા આનંદ અનંત …… તે સંત … (1)
દોષ વિનાની દશા દ્રષ્ટ્રીમાં,
જેને સરખા ગરીબ શ્રીમંત …. તે સંત …. (2)
દ્વેષ ધરે નહીં કોઇથી કલેશ કરે નહી,
વાણી વિવેક વંત …. તે સંત … (3)
કહે હરદાન પ્રભુ મંદિરનાં,
મોટા એ જ મહંત …. તે સંત … (4)